ગોંડલમાં પુત્રની નજર સામે માતાનું મોત, પુત્રના લગ્નની કંકોત્રી આપીને જતા થયો અકસ્માત
પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત : વાછરા ગામથી પુત્રની સાથે મોટર સાયકલ પર બેસીને જઈ રહેલી માતા પર ઝાડ પડતા ઘટના સ્થળે માતાનું મોત નીપજ્યું હતું. વાછરા ગામે સબંધીઓને પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરીને ગોંડલ ખરીદી કરવા જતી વખતે...
Advertisement
પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત : વાછરા ગામથી પુત્રની સાથે મોટર સાયકલ પર બેસીને જઈ રહેલી માતા પર ઝાડ પડતા ઘટના સ્થળે માતાનું મોત નીપજ્યું હતું. વાછરા ગામે સબંધીઓને પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરીને ગોંડલ ખરીદી કરવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. ડાભી પરિવારના આંગણે આવેલા રૂડા અવસર પહેલા માતાના મોતથી લગ્ન પ્રસંગ ઉપર કાળી ટીલી લાગી છે.
પુત્રની નજર સામે માતાનું કરૂણ મોત
ગોંડલના વાછરા રોડ પર બાઈક સવાર પર વૃક્ષ પડતા ઘટના સ્થળ પર વિજયાબેન હંસરાજભાઈ ડાભી (ઉ.વ.55) નામની મહિલાનું પુત્રની નજર સામે મોત નીપજ્યું છે. જસદણ તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાછરા ગામે સગાને ત્યાં માતા વિજયાબેન, તેમનો પુત્ર જયસુખ અને પૌત્રી કંકોત્રી આપવા માટે આવ્યા હતા. કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતાં સમયે ચાલુ બાઈકે ઝાડ પડતા પુત્રને ઇજા થઈ હતી અને જ્યારે વિજયાબેનને ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.
પુત્રને ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો
વિજયાબેન અને તેમના મોટા પુત્ર જયસુખ મેરેજની કંકોત્રી આપીને ગોંડલ જતા હતા. તે સમયે અચાનક ચાલુ બાઈક પર ઝાડ પડતા વિજયાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108 અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. મહિલા પર વૃક્ષ પડતા સ્થાનિક રાહદારીઓ એ વૃક્ષ હટાવી મહિલાના મૃતદેહ ને બહાર કાઢ્યો હતો અને પુત્ર જયસુખને ઇજા થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક વિજયાબેનના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી પરિવારમાં માતમ છવાયો
આવતી 3 માર્ચના રોજ પુત્રના લગ્ન હતા. મૃતક વિજયાબેનને પરિવારમાં પતિ અને ત્રણ દીકરા હતા. ત્રણ પૈકી બીજા નંબરના દીકરાના મેરેજ છે. પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી ડાભી પરિવારમાં માતમ છવાયો છે.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો -- Vadodara : હિટ એન્ડ રનના આરોપીને સાંસદ છોડાવી ગયા ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Advertisement