Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીધામની કંપનીમાં રમકડું સમજી શ્રમિકે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં 1 ને ઇજા 

અહેવાલ--રાકેશ કોટવાલ, ગાંધીધામ કચ્છના  ગાંધીધામ (Gandhidham) ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક કંપનીમાં આજે ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક શ્રમિકને યુવાનને ગંભીર ઈજા  પહોંચી છે. વિદેશથી આયાત કરીને અન્ય દેશમાં નિકાસ કરવા માટેના યુઝ ગારમેન્ટની કંપનીમાં આ ઘટના...
ગાંધીધામની કંપનીમાં રમકડું સમજી શ્રમિકે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં 1 ને ઇજા 
અહેવાલ--રાકેશ કોટવાલ, ગાંધીધામ
કચ્છના  ગાંધીધામ (Gandhidham) ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક કંપનીમાં આજે ફાયરિંગની ઘટના બની હતી જેમાં એક શ્રમિકને યુવાનને ગંભીર ઈજા  પહોંચી છે. વિદેશથી આયાત કરીને અન્ય દેશમાં નિકાસ કરવા માટેના યુઝ ગારમેન્ટની કંપનીમાં આ ઘટના બની હતી
રમકડું સમજીને આ શ્રમિક યુવાને  પોતાની સામે ઉભેલા અન્ય શ્રમિક સામે ફાયરિંગ કર્યું
 કંડલા ઝોન ખાતે આવેલી મારુતિ એક્સપોર્ટ કંપનીમાં આ ઘટના બની હતી. આજે સવારે કંપનીમાં કામ કરતાં શ્રમિકોએ વિદેશથી આવેલા કન્ટેનરના યુઝ ગારમેન્ટની ગાંસડીઓ ખોલી હતી. યુઝ ગારમેન્ટમાંથી એક   રિવોલ્વર નીકળી હતી જે યુવાનના  હાથમાં આવી હતી. રમકડું સમજીને આ શ્રમિક યુવાને  પોતાની સામે ઉભેલા અન્ય શ્રમિક સામે ફાયરિંગ કરતા જીવતા કારતુસથી લોડેડ આ રિવોલ્વરમાંથી ફાયર થયું હતું અને સામે ઊભેલા યુવાનના પેટમાં ગોળી વાગી હતી.  કંપનીમાં ફાયરિંગના અવાજના પગલે દોડધામ મચી ગઈ હતી અને સંચાલકોએ કંડલા ઝોનના સતાધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. હાલ ઇજાગ્રત યુવાનને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડાયો છે અને પોલીસ વિભાગે વધુ કાર્ય હાથ ધરી છે.
પ્રથમ વખત આ રીતે યુઝ કપડામાંથી રિવોલ્વર નિકળી
મળતી  વિગતો મુજબ કંડલા ઝોનમાં  લાખોની સંખ્યામાં કન્ટેનર આવે છે. વિદેશમાં ઉપયોગમાં લઈને ફેંકી દેવાયેલા કપડાં મોટા પ્રમાણમાં કંડલા ઝોન ખાતે મંગાવાય છે. આ તમામ કપડાની ગાંસડીઓ ખોલી તેને ફરી યોગ્ય ઉપયોગ કરવા બરાબર કરીને ફરીથી નિકાસ કરવામાં આવે છે. આ ગાંસડીઓ  ખોલવા સમયે વિદેશના નાગરિકો પોતાના ખિસ્સામાં ભૂલી ગયેલા સામાન મળી  આવે  છે. અત્યાર સુધી આ રીતે કપડાઓમાંથી જે તે દેશના ચલણ સોના ચાંદીની જ્વેલરી સહિતની સામગ્રી નીકળતી રહી છે પરંતુ પ્રથમ વખત આ રીતે યુઝ કપડામાંથી રિવોલ્વર નિકળી છે.
Advertisement
Tags :
Advertisement

.