Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર નગર સેવા સદનમાં ટાઉન પ્લાનરના અભાવે પ્રજાના બાંધકામની મંજૂરીના કામ ધક્કે ચડ્યા

છોટાઉદેપુર નગરજનો હાલ એક નવી ઉપાધિ માંથી પસાર થઈ રહ્યા છે. છોટાઉદેપુર નગર સેવા સદનમાં હાલ વહીવટદાર રાજ ચાલી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર નગરજનો માટે હાલ નવી આકારણી કરાવી મકાનો માટે રજા ચિઠ્ઠી લેવી બેન્ક લોન જેવી ઘણી બધી...
છોટાઉદેપુર નગર સેવા સદનમાં ટાઉન પ્લાનરના અભાવે પ્રજાના બાંધકામની મંજૂરીના કામ ધક્કે ચડ્યા

છોટાઉદેપુર નગરજનો હાલ એક નવી ઉપાધિ માંથી પસાર થઈ રહ્યા છે. છોટાઉદેપુર નગર સેવા સદનમાં હાલ વહીવટદાર રાજ ચાલી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર નગરજનો માટે હાલ નવી આકારણી કરાવી મકાનો માટે રજા ચિઠ્ઠી લેવી બેન્ક લોન જેવી ઘણી બધી મહત્વની કામગીરી પડકારરૂપ બની છે. અને લોકો હાલ ભારે વિમાસણમાં ધકેલાઈ ગયા છે. છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે ટાઉન પ્લાનરની જગ્યા હાલ ખાલી હોય મકાન બાંધકામની અગત્યની કામગીરી હાલ અટવાઈ જવાને કારણે લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે.

Advertisement

ટાઉન પ્લાનિંગ વિભાગમાં કામ કરતા ટાઉન પ્લાનરની થોડા સમય પહેલાં બદલી થઈ ગઈ છે. જ્યારે હાલમાં કોઈ કાયમી નિમણૂક કરવામાં આવી નથી. અને જેના કારણે પ્રજાના આંટા ફેરા નગર સેવા સદનના સંકુલમાં વધ્યા છે. પરંતુ આ બાબતે તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

Advertisement

છોટાઉદેપુર પાલિકામાં છેલ્લા ચાર માસ જેટલાં સમયથી ટાઉન પ્લાનર નથી. જેના કારણે 168 જેટલી લોકોની ફાઈલો ઉપર ધુળ જામી રહી છે. નવા ઘર બનાવવા આકારણી કરવી રજા ચિઠ્ઠી બેંક લોન જેવા મહત્વના મુદ્દા બાબતે કામો અટવાઈ જવાનો વારો આવ્યો છે. જેના કારણે નગરજનો રોષ ઠાલવી રહ્યા છે. લોકોના કામ નહીં થતાં નગરમાં આ બાબતે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે. વહેલી તકે ટાઉન પ્લાનરની કાયમી નિમણૂક કરાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ બાબતેની 168 જેટલી ફાઈલ
હાલ પેન્ડિંગ છે. ચાર્જમાં જે કર્મચારી છે તેની પાસે બીજા પણ ચાર્જ હોઇ પૂરતો સમય આપી શકતા નથી. ટાઉન પ્લાનર બાબતે અમે સરકારમાં બે વખત લેખિતમાં આપ્યું છે. પરંતુ નિમણૂક કરવામાં આવી નથી.

Advertisement

અહેવાલ - તોફીક શેખ 

આ પણ વાંચો -- ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ યોજાઈ

Tags :
Advertisement

.