યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ખાનગી વાહનો લઈ જિલ્લા કલેકટરનો મહત્વનો નિર્ણય
અહેવાલ _ નામદેવ પાટીલ, પંચમહાલ
પાવાગઢ મંદિર તેમજ ડુંગર પર નવીનીકરણ થઈ જતા યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો રહે છે, ત્યારે તહેવાર કે શનિવાર રવિવારના રજાના દિવસે તળેટીથી માચી જવાના રોડ પર ખાનગી જીપની અવરજવરથી માચી ખાતે ભારે ટ્રાંફિક જામ થતું હોય છે જેના કારણે એસટી બસ બંધ કરવાની નોબત આવી જતા શ્રદ્ધાળુઓ ને વધુ ભાડું ચૂકવીને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે
યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે ખોરવાતી ટ્રાફિક વ્યવસ્થાને લઈ રજૂઆતો કરવામાં આવી હતી, અને આ રજૂઆતો બાદ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી શનિવાર અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેમાં પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય તેમજ પાવગઢથી માચી સુધીનો રસ્તો ખૂબ જ વળાંક વાળો, વાંકોચુકો, ચઢાણ ઉતરાણવાળો તેમજ સાંકડો છે
હાલ ચોમાસુ હોવાથી શ્રદ્ધાળુઓની અવર જવર દરમ્યાન અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી છે જેથી યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કર્યા થી બે માસ એટલે કે આજ થી 7 સપ્ટેબર 2023 દરમ્યાન આવતા તમામ શુક્રવારના રાતના 12 કલાકથી રવિવારના સાંજના 7 વાગ્યા સુધી તળેટીથી માચી સુધી જવાના રસ્તા ટેક્ષી, ઓટો રીક્ષા, ટ્રક, જીપ,બાઇક સહિત ખાનગી ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે
અને આ પ્રકારના વાહનો અવર જવર કરી શકશે નહીં, તે સાથે જ કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી ચીજ વસ્તુઓનું વહન કરી શકાશે નહિ, હાલોલ ટીમ્બિ ત્રણ રસ્તાથી, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, પિંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડી થી પાવાગઢ ખાતે પ્રવેશતા ખાનગી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે, સાથે જ વાહનોનું પાર્કિંગ પંચમોહત્સવ વાળી ખાલી જગ્યાએ અને એસટી બસનો પોઇન્ટ વડાતળાવ રાખવો તથા એસટી બસો અને સરકારી વાહનોને લાગુ પડશે નહિ, ત્યારે આજથી બે માસ સુધી શનિવાર અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામા નું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે એસટી વિભાગ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા શ્રધ્ધાળુઓની સુવિધા માટે 20 એસટી બસની માચી સુધી અવર જવર કરવા વ્યવસ્થા કરી દેવામાં આવી છે
આપણ વાંચો -KUTCH : સોળે કળાએ ખીલી ઉઠ્યું કડિયા ધ્રોનું સૌંદર્ય