જો તમે સમોસા ખાવાના શોખીન છો તો તમારા માટે ખૂબ જરૂરી છે આ જાણવું...
જો તમને સમોસા ખાવા ખૂબ પસંદ છે તો આ કિસ્સો તમારા માટે જરૂરી છે. માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો અને સમોસા એફ.એ.સેલ માં મોકલાતા સમોસામાં ગોમાંસ હોવાનું બહાર આવતા માંગરોળ પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત ગ્રામ્ય પોલીસના DySP બી.કે બનારે જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફ જીભાઈ ઓટો-રિક્ષામાં ગૌમાંસ ભરીને માંગરોળ પોલીસ હેઠળની મોસાલી ચોકડી પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરે ત્યાંથી પસાર થતી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાં રાખવામાં આવેલા સમોસાની તપાસ કરી હતી.
પોલીસને સમોસા અંગે શંકા જતા ઈસ્માઈલ પૂછપરછ કરી હતી. પ્રથમ તો આ નોનવેજ સમોસા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસને જે બાતમી મળી હતી તે આધારે પોલીસે સમોસાને એફ.એસ.એલ પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતાં. જે બાદ રિપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે આ સમોસા ચિકનના નહીં પરંતુ ગૌમાસથી ભરેલા છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી