Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જો તમે પણ RAILWAY માં ઓફલાઈન રિઝર્વેશન કરો છો તો વાંચો આ અહેવાલ

અહેવાલ - સંજય જોશી  RAILWAY BOOKINGS : રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રીઓનો શું વાંક‌‌? તેઓ 10,00,000 સુધીના વીમા લાભથી વંચિત શા માટે?  જી હા અમદાવાદની ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈ માં આ ચોકાવનારો...
જો તમે પણ railway માં ઓફલાઈન રિઝર્વેશન કરો છો તો વાંચો આ અહેવાલ
Advertisement
અહેવાલ - સંજય જોશી 
RAILWAY BOOKINGS : રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રીઓનો શું વાંક‌‌? તેઓ 10,00,000 સુધીના વીમા લાભથી વંચિત શા માટે?  જી હા અમદાવાદની ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈ માં આ ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેમાં રેલ્વે વિભાગે સ્વીકાર્યું છે કે ઓફલાઈન ટિકિટ ખરીદનારને વીમા કવચનો લાભ મળતો નથી.

RAILWAY  દ્વારા ઓફલાઈન તથા ઓનલાઇન બંને પ્રકારે રિઝર્વેશન 

રેલ્વે દ્વારા ઓફલાઈન તથા ઓનલાઇન એમ બંને પ્રકારે પ્રવાસ માટે રિઝર્વેશન કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. રેલ મંત્રાલય ભારત સરકાર તરફથી R.T.I. ના જવાબમાં જાણવા મળેલ છે કે, આઈ આર સી ટી સી એટલે કે, (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) ને ઓનલાઇન રિઝર્વેશન દ્વારા યાત્રી પ્રવાસીઓને રિઝર્વેશન સંબંધિત સેવાઓ પૂરી પાડવા એમઓયુ કરી કામગીરી સોંપવામાં આવી છે.
I.R.C.T.C. દ્વારા ઓનલાઇન રિઝર્વેશન કરતી વખતે પ્રતિયાત્રી પ્રતિ ટ્રીપ 35 પૈસા વીમા પ્રીમિયમ પેટે ટિકિટની કિંમતમાં જોડીને વસૂલવામાં આવે છે, એટલે કે ટિકિટની ચૂકવેલી કુલ કિંમતમાં 35 પૈસા લેખે વીમા પ્રીમિયમનો સમાવેશ થયેલ છે.

ઓફલાઈન ટિકિટ બુક કરાવનારને આ લાભ મળતો નથી

જેની સામે રેલવે અકસ્માત થાય તેવા સંજોગોમાં ટિકિટ ધારક પ્રવાસી અને અથવા વારસદારને અકસ્માત સમયે પ્રવાસીને થયેલ નુકસાન ઇજા મૃત્યુ વગેરેને ધ્યાનમાં લઇ વધુમાં વધુ રૂપિયા 10 લાખ સુધીનો વીમા લાભ ચૂકવવામાં આવે છે. પરંતુ રેલવે પ્લેટફોર્મ પરથી ઓફલાઈન ટિકિટ બુક કરાવનારને આ લાભ મળતો નથી. ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા કરવામાં આવેલી rti માં આ ચોકાવનારી માહિતી સામે આવી છે.
INDIAN RAILWAY RTI

INDIAN RAILWAY RTI

 ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદવી હિતાવહ
RTI

RTI

Advertisement

આર.ટી.આઈ માં વધુ મહત્વની બાબત એ પણ સામે આવી છે કે, I.R.C.T.C.( ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) દ્વારા  મેસર્સ એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તથા લિબર્ટી જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ સાથે યાત્રીઓને વીમા લાભ પુરા પાડવા અંગે સમજૂતી થયેલ છે રેલવે યાત્રીઓને રેલ્વે અકસ્માતના સંજોગોમાં વીમા લાભ ચૂકવવા બંને વીમા કંપનીઓ જવાબદાર રહેશે. ઓનલાઇન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રીઓએ કોઈ કાનૂની તકલીફ ઊભી ના થાય તે હેતુથી નોમીની તરીકે વારસદારનું નામ દર્શાવવું પણ જરૂરી છે.
RTI

RTI

Advertisement

રેલવે દ્વારા પ્રવાસ કરતા યાત્રીઓને ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદવી હિતાવહ રહેશે. કારણકે રેલ્વે સ્ટેશન ઉપરના રિઝર્વેશન કાઉન્ટર ઉપરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ લેનાર યાત્રી પ્રવાસીઓને રેલ્વે અકસ્માતના સંજોગોમાં દસ લાખ સુધીના વીમા લાભની જોગવાઈઓ મુજબ કોઈ લાભ મળતો નથી.
RTI

RTI

બીજી મહત્વની બાબત એ પણ સામે આવી છે કે ગ્રાહકો ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવે તો તેમને વીમા કવચનો લાભ મળે છે પરંતુ અકસ્માત સમયે લોકો વીમા કંપની પાસે તે ક્લેમ નથી કરતા. મોટાભાગના પ્રવાસીઓને ખ્યાલ જ નથી હોતો કે તેમને સરકાર દ્વારા જે રાહત જાહેર કરવામાં આવે છે તે સિવાય વીમા નો લાભ પણ અલગથી મળતો હોય છે. તેથી ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ પ્રીમિયમના નામે કમાણી કરે છે અને ગ્રાહકોને ચુકવણીમાં છેતરપિંડી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.
Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Patan : HNGU નાં કુલપતિ અને રજિસ્ટ્રાર ફરિયાદ આપવા પહોંચ્યા, શંકાસ્પદનાં નામ આપશે!

featured-img
અમદાવાદ

Ahmedabad : પાલડીનાં બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું, 60-70 લાખની રોકડ મળી, તસવીરો જોઈ ચોંકી જશો!

featured-img
જૂનાગઢ

Junagadh : પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિની દાદાગીરી! જાહેરમાં યુવક પર હથોળીથી હુમલો કર્યો

featured-img
ગાંધીનગર

Gandhinagar : સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા TET-TAT ઉમેદાવારોનું અનોખું 'ટપાલ અભિયાન'!

featured-img
ગુજરાત

Dwarka : ગેરકાયદેસર રહેતી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો!

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાતની જળસીમા પરથી છેલ્લા બે વર્ષમાં 484 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

×

Live Tv

Trending News

.

×