Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji: ICC ના ચેરમેન જય શાહે પોતાની માતા સાથે મા અંબાના કર્યા દર્શન, દર વર્ષે આવે છે અંબાજી

ગૃહમંત્રી અમિત શાહના પત્ની અને પુત્ર જય શાહ માતાજીના દર્શનાર્થે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું માતાજીના દર્શન કર્યા હતા અને હવન શાળામાં નાળિયેર પણ હોમ્યું Ambaji: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી...
ambaji  icc ના ચેરમેન જય શાહે પોતાની માતા સાથે મા અંબાના કર્યા દર્શન  દર વર્ષે આવે છે અંબાજી
  1. ગૃહમંત્રી અમિત શાહના પત્ની અને પુત્ર જય શાહ માતાજીના દર્શનાર્થે
  2. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
  3. માતાજીના દર્શન કર્યા હતા અને હવન શાળામાં નાળિયેર પણ હોમ્યું

Ambaji: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં આસો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે અંબાજી મંદિરમાં ભક્તોની સાથે સાથે વીઆઈપી લોકો અને નેતાઓ પણ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. ગુરુવારે સાંજે દેશના ગૃહમંત્રી અમિત શાહના પત્ની અને તેમના પુત્ર જય શાહ માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું .

Advertisement

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા અને હવન શાળામાં નાળિયેર પણ હોમ્યું હતુ. દેશના ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની અંબાજી ખાતે બપોર બાદ અમદાવાદથી દર્શન કરવા નીકળ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર જય શાહ પણ જોડાયા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા, ત્યારબાદ વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર પાસે તેમને પૂજન અર્ચન કર્યું હતું અને મહા આરતી પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: દેદાદરા ગામમાં પ્રસાદ ખાધા બાદ 30 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં થઈ જોવા જેવી....

Advertisement

અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા

નોંધનીય છે કે, ત્યારબાદ અંબાજી મંદિરની હવન શાળામાં નવરાત્રિ પર્વ નિમિત્તે તેમને માતાજીની આરાધના કરી હતી અને હવન કુંડમાં નાળિયેર પણ હોમ્યુ હતું, ત્યારબાદ તેમને અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. ભટ્ટજી મહારાજ દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જય શાહ નવરાત્રિ પર્વમાં માતાજીના દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સેન્ટ્રલ GST અધિકારી મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

જય શાહના ફેને યંત્ર ભેટ આપ્યું

અંબાજી આવેલા જય શાહ નાના બાળકો અને યુવાનોમાં ઘણા ફેવરેટ છે. હાલમાં જય શાહ ICC ના ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળે છે. આજે અંબાજી ખાતેના તેમના એક ફેન દ્વારા તેમને યંત્ર ભેટ આપ્યું હતું. તેમની સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ હાજર રહ્યા હતા. અંબાજીના સર્કલ ઓફિસર ઋષિ મોદી પણ હાજર રહ્યા તા. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ પુરી ગોસ્વામી પણ હાજર રહ્યા હતા

અહેવાલઃ શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો: Amreli: ‘ભાજપના જ નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી’ કથિત દુષ્કર્મને લઈને જેની ઠુમ્મરનો મોટો આરોપ

Tags :
Advertisement

.