ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gandhinagar : આજથી બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

Gandhinagar : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હવાઇ માર્ગે અમદાવાદ આવી પહોંચશે, ત્યાર બાદ રાજકોટ જશે, ત્યાંથી તેઓ સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવશે
01:05 PM Mar 08, 2025 IST | PARTH PANDYA
featuredImage featuredImage

Gandhinagar : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવનાર છે. બે દિવસ દરમિયાન તેઓ સોમનાથ, જુનાગઢ, અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. કાર્યક્રમની સંભવિત રૂપરેખા અનુસાર, સવારે તેઓ અમદાવાદ આવી પહોંચશે, ત્યાર બાદ રાજકોટ થઇને બપોરે સોમનાથ દાદાના દર્શને પહોંચશે. ત્યાર બાદ તેઓ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. (HOME MINISTER OF INDIA - AMIT SHAH ON 2 DAYS GUJARAT VISIT)

સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવશે

આજે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે. દેશના મોટા નેતાઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે, આવો સંયોગ જવલ્લેજ બનતો હોય છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ હવાઇ માર્ગે સવારે અમદાવાદ આવી પહોંચશે, ત્યાર બાદ રાજકોટ જશે, ત્યાંથી તેઓ સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવશે. તે બાદ તેઓ કોડીનારની સહકારી સુગર ફેક્ટરીની મુલાકાતે જનાર છે. તે પછી સાંજે જુનાગઢના ચાંપરડા ગામે આવેલી બ્રહ્માનંદ અશ્રમમાં આવેલી કોલેજનું ઉદ્ધાટન કરીને મોડી સાંજે અમદાવાદ પરત ફરશે.

બીજા દિવસે પણ ભરચક કાર્યક્રમો

આવતી કાલે એટલેકે રવિવારે તેઓ જૈનઆચાર્ય બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લઇને રૂ. 150 ના સિક્કાનું અનાવરણ કરશે. ત્યાર બાદ અમદાવાદના ડિસ્ટ્રીક્ટ બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. બપોર બાદ અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત વકીલોની શપથવીધિના કાર્યક્રમમાં હાજર રહેશે. તે બાદ ગાંધીનગરના મહાત્મા મંદિરના ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ કરશે, અને અંતમાં મિથીલા ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લેશે.

આ પણ વાંચો --- PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો તેમનું આજનું શિડ્યુલ

Tags :
#AmitShaInGujaratAMITSHAHamitshahgujaratvisitgujaratfirstnewsGujaratiNewsgujaratnewshomeministerofindia