Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar લોકસભા ક્ષેત્રમાં વરસાદ બાદની પરિસ્થિતિની ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી

પોતાના લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિ અંગે ગૃહમંત્રીએ કરી સમીક્ષા ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર વ્યવસ્થાતંત્રને જરૂરી સુચનાઓ આપી સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવી જનજીવન પૂર્વવત કરવા સૂચનાઓ આપી Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે. જેથી પોતાના લોકસભા...
gandhinagar લોકસભા ક્ષેત્રમાં વરસાદ બાદની પરિસ્થિતિની ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
  1. પોતાના લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિ અંગે ગૃહમંત્રીએ કરી સમીક્ષા
  2. ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર વ્યવસ્થાતંત્રને જરૂરી સુચનાઓ આપી
  3. સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવી જનજીવન પૂર્વવત કરવા સૂચનાઓ આપી

Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થયો છે. જેથી પોતાના લોકસભા ક્ષેત્રમાં પડેલા વરસાદ બાદની પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી હતી. ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર વ્યવસ્થાતંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવી જનજીવન પૂર્વવત કરવા, રોગચાળાની રોકથામ અને નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જરૂરી સૂચનાઓ આપી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યના અનેક વિસ્તારો વરસાદથી પ્રભાવિત, મુખ્યમંત્રીએ કરી સ્થળ મુલાકાત

Advertisement

શરૂઆતથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ચાંપતી નજર રાખી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, તાજેતરમાં ગાંધીનગર - અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થયો છે. અમિત શાહે ભારે વરસાદના પગલે શરૂઆતથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કલેકટર તેમજ મ્યુનિસિપાલિટીકમિશનર સાથે ટેલીફોનીક વાતચીત કરી સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

આ પણ વાંચો: VADODARA : વિશ્વામિત્રી રી-ડેવલોપમેન્ટના દ્વાર ખુલ્યા, ગૃહમંત્રીની મોટી જાહેરાત

Advertisement

યુદ્ધના ધોરણે કરી જનજીવન પૂર્વવત કરવા સૂચનાઓ

નોંધનીય છે કે, શહેરમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓના સફાઈકામ યુદ્ધના ધોરણે કરી જનજીવન પૂર્વવત કરવા પ્રશાસનિક અધિકારીઓને સૂચનાઓ આપી છે. આ ઉપરાંત વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઉપરાંત ફોગિંગ અને જરૂરી દવાઓના છંટકાવ ત્વરિત શરૂ કરવા આદેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો: Cyclone: કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ

Tags :
Advertisement

.