ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્લો લર્નર કહેનારા તબીબોને ખોટા પાડ્યા માનસિક અસ્થિર મગજની માતાના પુત્રએ

અહેવાલ - આશિષ પટેલ, નર્મદા રાજપીપલા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં પિતા દ્વારા તરછોડાયેલ અને અસ્થિર મગજની માતાનો એક બાળક અંકીત વસાવા એકલો અટુલો ફરતો હતો.જો કે નજીકમાં રહેતી એક સજજન મહીલા એને સમય પર જમવાનુ આપતી હતી, એને રેહવા...
12:53 PM May 04, 2023 IST | Viral Joshi

અહેવાલ - આશિષ પટેલ, નર્મદા

રાજપીપલા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં પિતા દ્વારા તરછોડાયેલ અને અસ્થિર મગજની માતાનો એક બાળક અંકીત વસાવા એકલો અટુલો ફરતો હતો.જો કે નજીકમાં રહેતી એક સજજન મહીલા એને સમય પર જમવાનુ આપતી હતી, એને રેહવા માટે કોઈ જ ઠેકાણું ન્હોતું.આ બાળક રાજપીપળા ની જિલ્લા બાળ સુરક્ષા એકમ ના એક સર્વે માં ધ્યાને આવ્યો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી અને તેમની ટીમ ને સોંપવામાં આવ્યો.

સંસ્થાને પ્રથમ દ્રષ્ટિએ તો એ બાળક થોડોક અલગ લાગ્યો , જેથી સિવિલ હોસ્પિટલના સાયકટ્રીક પાસે અંકિતનો આઈ.ક્યુ ટેસ્ટ કરાવ્યો, ત્યારે તબીબે જણાવ્યું કે બાળક સ્લો લરનર ડીસેબીલીટીનો શિકાર બન્યો છે.એનો મતલબ કે બાળક ભણતર અને ગણતર, સામાજિક જીવન જીવવા માટે માહિર થવામાં ઘણો સમય લઈ લેશે.જો કે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ અને એમના સ્ટાફે હિંમત ન હારી બાળકનુ આધારકાર્ડ, બેંક ખાતુ ખોલાવ્યું અને ધો -1 માં પ્રવેશ અપાવ્યો.બાળકની પ્રી મેટ્રિક સ્કોલશીપ પણ શરૂ કરાવવામાં આવી.

થોડો સમય તેને સંસ્થા દ્વારા એનું કાઉન્સેલિંગ કરાયું.નજીકની પ્રયોગ શાળામાં પ્રવેશ અપાવી નિયમિત રીતે ગણિત, વિજ્ઞાન સહિત અન્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.તદઉપરાંત સંસ્થાના સ્ટાફ દ્વારા અંકિતની નિયમિત સાર-સંભાળ રાખવામાં આવતી અને રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું એની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

અભ્યાસ બાબતે શાળામાં અંકિતને વિશેષ શિક્ષણ આપીને તેને તૈયાર કરવામાં આવી રહ્યો હતો.હાલ અંકિતને સંસ્થામાં 02 વર્ષ પુર્ણ થયા અને ધોરણ-03 માં વર્ગમાં પ્રથમ નંબર આવ્યો, સ્કુલની નોટીશ બોર્ડ પર નામ લખ્યું ત્યારે સંસ્થાનાં તમામ સ્ટાફની આંખો ખુશીથી છલકાઈ ગઈ.એક સમયે ડોકટરે તો એમ કહી દીધું હતું કે આ બાળકને ભણાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે અને આ સંસ્થા ની અથાગ મહેનતે તે કરી બતાવ્યું અને બાળકને નવું જીવન આપ્યું.હાલમાં અંકીત સવારે વેહલો ઉઠી પુજા પાઠ કરે છે, પછી ઈતર પ્રવૃતિઓમાં પણ રસ દાખવે છે.અંકિતની ઈચ્છા મોટો થઈ સારું ભણી ગણીને ઉચ્ચ સરકારી અધિકારી બનવાની છે.

આ પણ વાંચો : લેબગ્નોન ડાયમંડને અલગથી HSN કોડ મળતાં હીરા વેપારીઓમાં ઉત્સાહનો માહોલ

Tags :
Home for Boys organizationNarmadaRajpipla
Next Article