ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HNGU યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, આદિજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાંથી નીકળ્યો દેડકો

આદિજાતિ હોસ્ટેલની કેન્ટીનમાં જમવામાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ આદીજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાં નીકળ્યો દેડકો આદીજાતિ કુમાર છાત્રાલયના વિધાર્થીઓએ વ્યક્ત કર્યો રોષ ગુણવત્તા યુક્ત ભોજન આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત HNGU: પાટણને ઉત્તર ગુજરાતની શિક્ષણનગરી કહેવામાં આવે છે. અહીં...
12:59 PM Sep 24, 2024 IST | VIMAL PRAJAPATI
HNGU
  1. આદિજાતિ હોસ્ટેલની કેન્ટીનમાં જમવામાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ
  2. આદીજાતિ કુમાર છાત્રાલયના ભોજનમાં નીકળ્યો દેડકો
  3. આદીજાતિ કુમાર છાત્રાલયના વિધાર્થીઓએ વ્યક્ત કર્યો રોષ
  4. ગુણવત્તા યુક્ત ભોજન આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત

HNGU: પાટણને ઉત્તર ગુજરાતની શિક્ષણનગરી કહેવામાં આવે છે. અહીં આવેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. પરંતુ આ HNGU યુનિવર્સીટી ઘણીવાર વિવાદમાં આવી છે. ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓની છાત્રાલયમાં અપાતુ ભોજન ખરાબ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, અહીં અપાતા ભોજનમાં મરેલો દેડકો નીકળ્યો છે. જેથી આદીજાતિ કુમાર છાત્રાલયના વિધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે.

છાત્રાલયના વિધાર્થીઓને અપાતું ભોજન વિવાદમાં આવ્યુ

નોંધનીય છે કે, પાટણ HNGU યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ આદીજાતિ કુમાર છાત્રાલયના વિધાર્થીઓને અપાતું ભોજન વિવાદમાં આવ્યુ છે જેમાં વિધાર્થીઓ ને આપવામાં આવેલ કઠોળના શાકમાં મૃત હાલતમાં દેડકો નીકળતા વિધાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. છાત્રો જિલ્લા કલેકટરને ટેન્ડર રદ કરી ગુણવત્તા યુક્ત ભોજન અપાય તેવી માંગ સાથે રજુઆત કરી હતી. જો કે, આ બાબતે કેવી કાર્યવાહી હાથ છે તે ખાસ જોવાનું રહેશે. છાત્રાલયોમાં આપવામાં આવતા ભોજપમાં ગુણવત્તાના આમેય કોઈ ઠેકાણા હોતા નથી.

શું આવી રીતે ભોજનની ગુણવતા જળવાશે?

આ પણ વાંચો: માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, માતાએ ઠપકો આપ્યો તો બાળકે ઘર છોડી દીધું અને...

આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં મૃત દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ના આરોગ્યને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આવી રીતે ભોજનની ગુણવતા જળવાશે? આ ભોજન વિદ્યાર્થીઓ ને આપવા આવે અને વિદ્યાર્થીઓ આરોગી જાય તો શું તેમનો આરોગ્ય ના જોખમાય ત્યારે વિદ્યાર્થીઓ માં છાત્રાલયમાં અપાતા ભોજન બાબતે આક્રોશ જોવા મળી રહ્યો છે અને છાત્રાલય માં ભોજનનું ટેન્ડર કોન્ટ્રાકટરનું રદ કરવામાં આવે અને ગુણવતા યુક્ત ભોજન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ભોજનની ગુણવતાને લઈ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ

આ પણ વાંચો: Bharuch: હેવાનિયતે હદ વટાવી! નરાધમીએ માત્ર 10 મહિનાની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ છાત્રાલય માં ભોજનમાં દેડકો નીકળતા વિદ્યાર્થીઓને છતાં ભોજને ભૂખ્યા રહેવાની નોબત આવી હતી. વિધાર્થીઓ વેદના ઠાલવી રહ્યા છે કે આ આજનું નથી અગાઉ પણ છાત્રાલયમાં અપાતા ભોજનની ગુણવતાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા રજુઆતો કરવામાં આવી છે જેમાં ક્વોલિટી વગરનું અને એકલું પાણીવાળું શાક અને કાચી બળેલી રોટલી આપવામાં આવતી હતી જેથી અમારી રજુઆત છે કે ટેન્ડર રદ કરી અને યોગ્ય ગુણવત્તા યુક્ત ભોજન મળે તેવી માંગ છે.

ભોજનમાં દેડકો નીકળતા રસોયા એ લૂલો બચાવ કર્યો

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ

ભોજનમાં દેડકો નીકળતા રસોયોનો નિવેદન જાણે ‘ઉલ્ટા ચોર કોટલવાલ કો ડાટે’ તે મુજબ સામે આવ્યો, રસોયા એ લૂલો બચાવ કરવા કહ્યું કે જે જગ્યાએ રસોઈ બને છે તે તપેલો જમીનથી ત્રણ ચાર ફૂટ ઊંચી હાઈટ પર છે જેથી તેમાં દેડકો પડેજ કેવી રીતે તેમજ સબ્જી ગરમ હોય તો તેમાં ઉપરથી પણ કોઈ દેડકો નાખી શકે. આદિજાતિ કુમાર છાત્રાલયમાં રસોડામાં શાખભાજી ખુલ્લામાં પડેલ જોવા મળી હતી તેમજ તેની પર કીડી મકોળા ફરતા હતા તેમજ ડુંગરી બટાકા સડેલા જોવા મળ્યા અને વધુમાં ભીંડી અને ફ્લાવરની સબ્જી વાસી હોય તેવું લાગી રહ્યું હતું જે જોતા પ્રથમ દ્રષ્ટિએ એવું થયા કે આ શાકભાજી પશુઓ પણ ના ખાય.

અહેવાલઃ અખ્તર મન્સૂરી, પાટણ

Tags :
GujaratGujarati NewsHNGUHNGU Adijati Kumar hostelHNGU Adijati Kumar hostel foodHNGU Adijati Kumar hostel food controversyHNGU NewsHNGU Patanhostel food controversyVimal Prajapati
Next Article
Home Shorts Stories Videos