Attack on Hindu Temple: દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું - ‘મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે?
- કેનેડામાં થયેલા હિન્દૂ મંદિર પર હુમલાનો મામલો
- કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ નથી આપતોઃ દ્વારકા પીઠાધીશ્વર
- હુમલાથી કોઈની આસ્થા અને શ્રદ્ધા તૂટી ન શકેઃ દ્વારકા પીઠાધીશ્વર
Attack on Hindu Temple in Canada: કેનેડામાં થયેલ હિંદૂ મંદિર પરના હુમલાને લઈને અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. કેનેડામાં જે હિંદૂ મંદિર પર ખાલિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટનાને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વખોડી કાઢી છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, ‘મંદિર પર હુમલો કરી શું પ્રાપ્ત થશે? મંદિર પર હુમલો કરી કોઈ જાતિ ધર્મ કે સંપ્રદાયનો વિકાસ ન થાય. કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ નથી આપતો, આ તેઓની અજ્ઞાનતા છે.
કેનેડામાં થયેલા હિન્દૂ મંદિર પર હુમલાનો મામલો
દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હુમલાને વખોળી કાઢ્યું
"મંદિર પર હુમલો કરીને શું પ્રાપ્ત થશે ?"
"કોઈ ધર્મ બીજા ધર્મ પર હુમલાનો સંદેશ નથી આપતો"#World #Canada #HinduTemple #ShankaracharyaSadanandSaraswati #GujaratFirst pic.twitter.com/McJcwlUGyS— Gujarat First (@GujaratFirst) November 4, 2024
માત્ર પથ્થર તોડવાથી કોઈની આસ્થા ન તૂટી શકે: દ્વારકા પીઠાધીશ્વર
આ પણ વાંચો: કેનેડામાં મંદિર પર થયેલા હુમલા મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા, કહ્યું - હિંસાના આવા કૃત્યો...
વધારે વિગતે વાત કરવામાં આવે તો, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, આ હુમલાથી કોઈની આસ્થા અને શ્રદ્ધા ન તૂટી શકે, માત્ર પથ્થર તોડવાથી કોઈની આસ્થા ન તૂટી શકે.’ ટૂંકમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આ હુમલાની ઘટને સખ્ત શબ્દોમાં નિંદા કરી અને પોતાની પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકો દ્વારા આ ઘટના અંગે વિરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ કેનેડાના સાંસદ દ્વારા પણ હુમલાની ઘટનાની નિંદા કરવામાં આવી છે.
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
— Narendra Modi (@narendramodi) November 4, 2024
આ પણ વાંચો: Canada : બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, પૂજારીએ એક થવા કરી હાંકલ
પીએમ મોદીએ પણ હુમલાની આકરા શબ્દોમાં કરી નિંદા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ-પોસ્ટમાં કહ્યું કે, 'હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વક કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકશે નહીં. અમે આશા રાખીએ છીએ કે કેનેડા સરકાર ન્યાયની ખાતરી કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.’
આ પણ વાંચો: હિન્દુઓને મુક્કા મારતી Canadian Police..લોકોમાં ભારે ગુસ્સો