Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himmatnagar સ્ટાફ ક્વાટર્સમાં થયેલી હત્યા મામલે થયો ખુલાસો, પોલીસે તપાસમાં સામે આવી હકીકત

હત્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો શુક્રવારે બંને મૃતકોની વતનમાં અંતિમવિધી કરાઈ બંન્ને પક્ષો ભાવેશ પટેલ સામે ફરિયાદ નોંધાવશે Himmatnagar: હિંમતનગર (Himmatnagar )ની નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટસમાં ગુરૂવારે બનેલી ઘટનાએ અનેક લોકોને વ્યથિત કરી દીધા છે. એ-ડીવીઝન પોલીસે...
himmatnagar સ્ટાફ ક્વાટર્સમાં થયેલી હત્યા મામલે થયો ખુલાસો  પોલીસે તપાસમાં સામે આવી હકીકત
  1. હત્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
  2. શુક્રવારે બંને મૃતકોની વતનમાં અંતિમવિધી કરાઈ
  3. બંન્ને પક્ષો ભાવેશ પટેલ સામે ફરિયાદ નોંધાવશે

Himmatnagar: હિંમતનગર (Himmatnagar )ની નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટસમાં ગુરૂવારે બનેલી ઘટનાએ અનેક લોકોને વ્યથિત કરી દીધા છે. એ-ડીવીઝન પોલીસે બંને મહિલાના મૃતકના પરિવારજનોને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં ઘટના પાછળ આડાસબંધ હોવાનું ફલીત થયા બાદ શુક્રવારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ જોવામાં આવે તો, શુક્રવારે બપોરે ઈડરના રૂવચ ગામે તથા વિજયનગરના મસોતામાં બંને મૃતક મહિલાઓની અંતિમ વિધી કરાઈ હતી.

Advertisement

બંને પક્ષો એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા

નોંધનીય છે કે, અંતિમવિધિ બાદ બંને પક્ષો એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. જયાં રૂવચના ડીમ્પલબેનના પિતાએ જમાઈ વિરૂધ્ધ જયારે છાયાબેનના પતિએ પણ ડીમ્પલબેનના પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા માટે તૈયારી બતાવી દીધી હતી. જો કે, આ મામલે પોલીસ તપાસ તો ચાલી જ રહીં છે. જેથી સમગ્ર ઘટના અંગે પોલીસે પણ કેટલીક પ્રાથમિક માહિતી આપી છે.

આ પણ વાંચો: આક્ષેપોની વાત વધુ વણસી! પદ્મિનીબાએ પારસબાને આપ્યો સણસણતો જવાબ, જુઓ આ video

Advertisement

આ મામલે પોડોશીઓની પણ પૂછપરછ કરવામાં આવી

આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સ્મિત ગોહીલ તથા એ-ડીવીઝનના પીઆઈ પ્રકાશ ચૌધરીએ પ્રાથમિક માહિતીના ભાગરૂપે જણાવ્યુ હતુ કે, ગુરૂવારે સ્ટાફ કવાર્ટસ (Himmatnagar)માં રહેતા ડીમ્પલબેન પટેલના પતિ ભાવેશ પટેલને છેલ્લા કેટલાક વખતથી છાયાબેન નિતીનભાઈ કલાસવા સાથે આડાસબંધ હોવાની જાણકારી બંને પક્ષોને હતી. જેના લીધે અવાર નવાર બંનેના ઘરમાં ઝઘડા પણ થતા હતા. દરમિયાન ગુરૂવારે બપોરના સુમારે છાયાબેન કલાસવા આવેશમાં આવી જઈને ડીમ્પલબેનના ફલેટમાં ઝઘડો કરવા ઘુસી ગયા હતા. જયાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને છાયાબેને ડીમ્પલબેનનું ગળુ દબાવી દીધી હોવાનું પરિવારજનો અને પડોશીઓએ પૂછપરછમાં જણાવ્યું છે.

આ પણ વાંચો: Mangrol મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કૉન્સ્ટેબલ 6,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

Advertisement

પીએમ રિપોર્ટમાં પણ સામે આવ્યું મોતનું કારણ

ગળું દબાવી દીધાની ઘટના બાદ બાદ સ્ટાફ નર્સ છાયાબેન કલાસવા ગભરાઈ ગયા હતા અને ડીમ્પલબેનના ફલેટને અંદરથી બંધ કરીને ફલેટના પાછળના ભાગે આવેલ પાઈપ પકડીને ફલેટમાંથી જતા રહેવા માંગતા હતા ત્યારે અચાનક છાયાબેનના હાથ પાઈપ ઉપરથી લપસી જતાં જતાં તેણી જમીન પર પટકાયા હતા અને ગંભીર ઈજાને કારણે મોત થયાનું પીએમ રિપોર્ટમાં તથા પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યુ હતું.

બંન્ને પક્ષ ભાવેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધવવા તૈયાર

જોકે એ-ડીવીઝન પોલીસે તરત જ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. ત્યારબાદ શુક્રવારે બંને મૃતકની અંતિમવિધિ કરાયા બાદ પ્રથમ ડીમ્પલબેનના પિતા બાબુભાઈ પટેલે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન આવી જમાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા માટે બેસી ગયા હતા. તો સામે પક્ષે પણ છાયાબેન કલાસવાના પતિ નિતીન પણ ભાવેશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવા માટે તૈયાર થઈ ગયા હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે બંને પક્ષોની ફરીયાદ શુક્રવારે રાત્રે નોંધાઈ જવાની શકયતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Surendranagar: પાટડીમાં રાત્રે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 08 લોકો થયા ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.