Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himmatnagar : 114 વર્ષ બાદ હિંમત હાઈસ્કૂલની ડિઝિટલ સ્ટાઈલવાળી નવી ઈમારત બનશે

શુક્રવારે રાજકીય અગ્રણીઓ, શહેરનાં શ્રેષ્ઠીઓ, મંડળનાં પદાધિકારીઓ, પૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધીથી ભૂમિપૂજન કરાયું હતું.
himmatnagar   114 વર્ષ બાદ હિંમત હાઈસ્કૂલની ડિઝિટલ સ્ટાઈલવાળી નવી ઈમારત બનશે
Advertisement
  1. Himmatnagar કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલ-1 નું ભૂમિપૂજન કરાયું
  2. 114 વર્ષ બાદ હિંમત હાઈસ્કૂલની ડિઝિટલ સ્ટાઈલવાળી નવી ઈમારત બનશે
  3. રાજકીય અગ્રણીઓ, શહેરનાં શ્રેષ્ઠીઓ, મંડળનાં પદાધિકારીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Himmatnagar : 114 વર્ષ અગાઉ એકલા હિંમતનગર માટે નહીં પણ સમગ્ર સાબરકાંઠા (Sabarkantha ) જિલ્લાનાં યુવાધન માટે તત્કાલિન રાજાએ શૈક્ષણિક સંસ્થા માટે ભૂમિદાન કર્યું હતું. સમય જતાં રાજા દ્વારા દાનમાં અપાયેલ જમીન પર બંધાયેલ ઈમારતને સમયનો લુણો લાગતાં ખંડેર બની હતી, જેથી હિંમતનગર કેળવણી મંડળના સંચાલકોએ ટાવર ચોક નજીક આવેલ 114 વર્ષ બાદ ડિઝિટલ સ્ટાઈલવાળું હિંમત હાઈસ્કૂલનું મકાન બનાવવા માટે શુક્રવારે રાજકીય અગ્રણીઓ તથા શહેરનાં શ્રેષ્ઠીઓ, મંડળનાં પદાધિકારીઓ તથા ભુતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ ભુમિપૂજન કરાયું હતું.

આ પણ વાંચો - Congress નાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર, આ 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી

Advertisement

હિંમત હાઈસ્કૂલ-1 નું ભૂમિપૂજન કરાયું

શુક્રવારે હિંમતનગર હાઈસ્કૂલનાં પ્રાંગણમાં યોજાયેલ ભૂમિપૂજન કાર્યક્રમમાં દિવ દમણનાં પ્રશાસક પ્રફુલ પટેલે (Praful Patel) જણાવ્યું હતું કે, હિંમતનગર (Himmatnagar) છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે હિંમતનગરની પ્રજા માટે રાજાએ આપેલ ભેટરૂપે જમીનને કૃતજ્ઞતા પૂર્વક નમન કરી વંદન કર્યા બાદ રાજાની ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ હિંમત હાઈસ્કૂલનાં સંસ્મરણોને દોહરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Kutch : શું ખરેખર... BJP એ મતદારોને ખરીદવા રૂપિયા વહેંચ્યા ? કોંગ્રેસનાં ગંભીર આરોપ

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ડોક્ટરોનું સન્માન કરાયું

ઉપરાંત, ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ડોક્ટરોનું સન્માન કરાયું હતું. સાથો-સાથ લોકાર્પણ કાર્યક્રમમાં કેળવણી મંડળનાં પ્રમુખ હેમંતભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હિંમત હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં સહકારી અગ્રણી જેઠાભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, વી.ડી.ઝાલા, મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ગાંધી, સુલેમાનભાઈ કડિવાલા, પૂર્વ આચાર્ય નર્મદભાઈ ત્રિવેદી સહિત શહેર શ્રેષ્ઠીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરમાં સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો - એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×