જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી હિંમતનગર "એ"ડિવિઝન પોલીસ સ્ટેશન
સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધવા માંડ્યા છે. ત્યારે હિંમતનગરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રૂપિયા ૫,૨૬,૫૧૭ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
આ અંગે પોલસી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર "એ"પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડાક દિવસ અગાઉ એક બંધ મકાનનુ તાળુ તોડી ઘરફોડ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ સતર્ક બની હતી અને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમ દ્વારા બાતમીદારો પાસેથી તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલના ઇન્ચાજર્ર પીએસઆઇ આર.કે. રાવત તથા પો. કો હરસિધ્ધસિંહની મદદથી સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.
જે દરમિયાન સીએનજી રીક્ષ નંબર જીજે.૨૭.ટી.ઇ.૪૭૦૫ની હિલચાલ શંકાસ્પદ જણાતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાહબાદ દિલાવરખાન બલોચ (ઉ.વ.૨૫, રહે.શાહ આલમ,અમ્મા મસ્જીદની સામે ગલીમાં, બસીર કિરાણા સ્ટોરની આગળ, અમદાવાદ)ને હાજીપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઇ ચોરી કરેલ સોનાની કડલી નંગ ૨, સોનાની બંગડી નંગ ૨, મંગળસુત્ર નંગ ૧ તથા રોકડ રૂપિયા ૧૨ હજાર મળી કુલ રૂપિયા ૫,૨૬,૫૧૭નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે પુછપરછ દરમિયાન ફિરોજ મુન્ના શેખ નામનો શખ્સ રાત્રી દરમિયાન સોસાયટી વિસ્તારમાં ફરી જે બંધ મકાન હોય તે મકાનનુ લોક તોડી ઘરફોડ ચોરી કરતો હોવાનુ જણાવ્યુ હતુ.
અહેવાલ - યશ ઉપાધ્યાય
આ પણ વાંચો -- SABARKANTHA : લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાનું વહીવટી તંત્ર થયું સતર્ક