Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HIMATNAGAR : રખડતા ઢોરનો આતંક! રમતા બાળક ઉપર ગાયનો હુમલો, બાળક થયું લોહીલુહાણ

HIMATNAGAR : હિંમતનગર ( HIMATNAGAR ) સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે મંગળવારે બપોરના સુમારે સવગઢ-માલીવાડમાં ઘર આગળ રમતા એક બાળકને અચાનક અહીં રખડતી એક ગાયે આવીને હુમલો કરી ઇજા...
himatnagar   રખડતા ઢોરનો આતંક  રમતા બાળક ઉપર ગાયનો હુમલો  બાળક થયું લોહીલુહાણ

HIMATNAGAR : હિંમતનગર ( HIMATNAGAR ) સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે મંગળવારે બપોરના સુમારે સવગઢ-માલીવાડમાં ઘર આગળ રમતા એક બાળકને અચાનક અહીં રખડતી એક ગાયે આવીને હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેથી ૬ વર્ષના આ બાળકને બચાવવા માટે આસપાસમાં રહેતા લોકોએ દોડી આવીને ગાયને ભગાડી દીધી હતી. ત્યારબાદ સારવાર માટે આ બાળકને હિંમતનગર ( HIMATNAGAR ) સિવિલમાં મોકલી અપાયો હતો.

Advertisement

આ અંગે આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર ( HIMATNAGAR ) સહિત આસપાસના વિસ્તારમાં ઘણા સમયથી રખડતા પશુઓ દિવસે અને રાત્રે જાહેર સ્થળો પર તથા સોસાયટી સહિત મહોલ્લાઓમાં પોતાનું પેટ ભરવા માટે ગમે ત્યાં પડેલો કચરો ફંફોસી રહી છે. કયારેક કેટલીક ગાયો ગમે તે કારણસર હુમલો કરતો હોવાને કારણે લોકો તેનો ભોગ બને છે. દરમ્યાન મંગળવારે બપોરના સુમારે સવગઢ-માલીવાડ વિસ્તારમાં ઘર આગળ રમી રહેલા તાહિર સિકંદરભાઇ મુસલા (ઉ.વ.૬) પાસે આવેલી એક ગાયે હુમલો કર્યો હતો.

જેથી તાહિરે બુમાબુમ કરી હતી. જેના લીધે આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી દીધી હતી. પરંતુ તાહિરને પીઠ પાછળ તથા આંખના ઉપરના ભાગે ઇજા થતા તે લોહીલુહાણ બની ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર સહિત શહેરના આસપાસના વિસ્તારોમાં દિન પ્રતિદિન ફરી રહેલા આખલાઓની સંખ્યા વધી રહી છે. જેના લીધે અહીંથી પસાર થતા લોકો પણ આખલા અથવા લડી રહેલી ગાયોને જોઇને રાહદારીઓ અને વાહન ચાલકો ઝડપથી જતા રહે છે. એટલુ જ નહી પણ અનેક ઠેકાણે રખડતા કુતરાઓના ત્રાસને કારણે પણ પરિવારજનો નાના બાળકને રમવા મોકલે ત્યારે તપાસ કર્યા બાદ જવા દે. લોકોની લાગણી અને માંગણી છે કે સંલગ્ન વિભાગ દ્વારા આવા રખડતા પશુઓ અને કુતરાઓના ત્રાસથી પ્રજાને મુકત કરવી જોઇએ. જરૂર પડે દંડ સહિતની કાર્યવાહી કરવાની થાય તો પણ કરવી જોઇએ.

Advertisement

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : Marriage Invitation: લગ્નમાં આવ્યા અને દારુ પીધો તો ખેર નહીં….

Advertisement

Tags :
Advertisement

.