Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર ( HIMATNAGAR ) ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇલોલ ચાર રસ્તા બાયપાસ પર આવેલ એક બેટરીની દુકાનમાંથી આઠ દિવસ અગાઉ અજાણ્યા શખસો બેટરીની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ ચોરીના આ ગુનામાં વપરાયેલ એક કારને શકને આધારે...
himatnagar   બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા  2 04 લાખનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર ( HIMATNAGAR ) ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇલોલ ચાર રસ્તા બાયપાસ પર આવેલ એક બેટરીની દુકાનમાંથી આઠ દિવસ અગાઉ અજાણ્યા શખસો બેટરીની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ સાબરકાંઠા એલસીબીએ ચોરીના આ ગુનામાં વપરાયેલ એક કારને શકને આધારે શોધી લઇ વધુ તપાસ કરતા બેટરીની ચોરીમાં સંડોવાયેલા ગોધરા ગેંગના ચાર શખ્સોને તાજેતરમાં ઝડપી લઇ તેમની પાસેથી અંદાજે રૂપિયા ૨.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ માટે પકડાયેલા આ ચારેયને હિંમતનગર ગ્રામ્ય પોલીસને હવાલે કરાયા હતા.

Advertisement

આ અંગે એલસીબીના પીઆઇ એસ.એન. કરંગીયા, પીએસઆઇ ડી.સી. પરમાર તથા તેમનો સ્ટાફ ગત તા.૨ એપ્રિલના રોજ ઇલોલ ચાર રસ્તા પાસે આવેલ એક બેટરીની દુકાનમાંથી થયેલી ચોરી અંગે તપાસ કરી રહ્યા હતા. ત્યારે સીસી ટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ કરતા ચોરીમાં જીજે.૦૧.એચ.એલ.૦૪૩૨ નંબરની કાર ઉપયોગમાં લેવાઇ હોવાનુ ફલીત થયુ હતુ.

ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા તેમાં આ કાર ગોધરાના સાહિદ અહેમદ હોરા, સાજીદ બીલાલ ડમરી તથા તૈફીક અયુબની સંડોવણી હોવાનુ બહાર આવ્યા બાદ પોલીસે આ ત્રેણય જણાની પુછપરછના આશયથી અટકાત કરી લીધી હતી.

Advertisement

ત્યારબાદ તેમની વધુ પુછપરછ કરતા બેટરીની ચોરીમાં સીરાજ મોહમદ મીઠાભાઇ (રહે.પોલન બજાર, ગોધરા)ની સામેલગીરી હોવાનુ કબુલ્યા બાદ સાબરકાંઠા એલસીબીએ ગોધરા ગેંગના આ ચાર જણા પાસેથી રૂપિયા ૯૯,૫૦૦ની કિંમતની ૪૦ બેટરી, રૂપિયા ૫,૦૦૦નો મોબાઇલ, ૨ ગણેશીયા, રૂપિયા ૧,૦૦,૦૦૦ની કાર મળી કુલ રૂપિયા ૨,૦૪,૭૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને પકડાયેલા શખ્સોએ ધનસુરા તાલુકાના વડાગામ ખાતે તથા મોડાસા તાલુકાના ટીંટોઇ ખાતેથી પણ બેટરીની દુકાનમાંથી ચોરી કરી હતી અને તે બેટરીઓ છુટક વેચી પણ દીધી હતી. આખરે એલસીબીએ પકડાયેલા ચારેય શખ્સોને વધુ તપાસ માટે હિંમતનગર ( HIMATNAGAR ) ગ્રામ્ય પોલીસને હવાલે કરાયા હતા.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

Advertisement

આ પણ વાંચો : Kheda Chemical Factory: ભક્તોની આસ્થા રૂપ ગળતેશ્વર નદીમાં કેમિકલ ફરી વળ્યું

Tags :
Advertisement

.