Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, 30 મિનિટમાં પડ્યો દોઢ ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો....
07:10 PM Jul 07, 2023 IST | Hardik Shah

હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.

સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે પડેલ ધોધમાર વરસાદને પગલે શહેરના મુખ્ય રાજમાર્ગો વરસાદી પાણી ફરી વળ્યાં હતા. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ

ગોંડલ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગોંડલ પંથકમાં ચોરડી, જામવાડી, ગુંદાળા, કોલીથડ, વેકરી, ગોમટા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

માત્ર 30 મિનિટમાં દોઢ ઈંચ વરસાદ

ગોંડલ શહેરમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર માત્ર 30 મિનિટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે અસહ્ય બફારા અને ઉકળાટ માંથી લોકોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ પણ વાંચો - Rajkot: 7 જુલાઇ રાજકોટ સ્થાપના દિવસ,રાજવીઓએ સ્થાપેલી વિરાસતો આજે પણ અડીખમ

આ પણ વાંચો - ગોંડલમાં ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ સામે આવી હકીકત , 44 લાખની કરી હતી ઉચાપત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Tags :
Gondal cityhalf inches of rain fellHeavy rainsRainrainfell
Next Article