Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heavy Rain In Gujarat: રાજ્યના અનેક વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ, ધરતીપુત્રોના તૈયાર ભાણા પર ફરી વળ્યું વરસાદી પાણી

પંચમહાલ, છોટા ઉદેુપર, દ્વારકામાં થયો ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે ખેતીપાકોમાં ભારે નુકસાની ભીતિ વરસાદી માહોલ જામી જતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યાં Heavy Rain In Gujarat:  પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે...
heavy rain in gujarat  રાજ્યના અનેક વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ  ધરતીપુત્રોના તૈયાર ભાણા પર ફરી વળ્યું વરસાદી પાણી
  1. પંચમહાલ, છોટા ઉદેુપર, દ્વારકામાં થયો ધોધમાર વરસાદ
  2. ભારે વરસાદને કારણે ખેતીપાકોમાં ભારે નુકસાની ભીતિ
  3. વરસાદી માહોલ જામી જતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યાં

Heavy Rain In Gujarat: પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ગોધરા, કાલોલ અને ઘોઘંબા સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. હવામાન વિભાગની આગાહીના અનુલક્ષે, લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો અને વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદિ માહોલ જામી જતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે, પવન અને વરસાદના કારણે તૈયાર થઈ ગયેલ ડાંગર સહિત તુવેરના પાકને નુકસાન થશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

અણધાર્યા વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં કર્યો વધારો

આ સાથે દાહોદ જીલ્લાના લીમડી, ઝાલોદ અને આલિંગણ વિસ્તારોએ ધોધમાર વરસાદ (Heavy Rain) થયો છે, નોંધનીય છે કે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી બાજુ, અમરેલી જિલ્લામાં વડીયા પંથકમાં ભારે વરસાદને કારણે ખેતીપાકોને નુકસાની થઈ છે. રાત્રે થયેલા વરસાદથી ખેડૂતોના મગફળીના પાકો નષ્ટ થયા છે, જેના કારણે તેમને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. નોંધનીય છે કે, વરસાદના કારણે ખેડૂતોએ વાડીમાં રાખેલા મગફળીની પાથરાઓ પાણીમાં પલળી ગયા હતાં. અત્યારે આવેલી વરસાદે ખેડૂતોને ભાર પરેશાન કર્યાં છે.

Advertisement

આ પણ વાંચો: VADODARA : જાંબુઆ બ્રિજ પાસે અકસ્માત બાદ કાર ચઢાવી દેવાનો પ્રયાસ

હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ

છોટા ઉદેપુરમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જામી ગયું છે, નોંધનીય છે કે, છોટા ઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર તો કેટલાંક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. મહત્વના વાત એ છે કે, વરસાદી માહોલ જામી જતા ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યાં છે. સ્વાભાવિક છે કે અત્યારે ખેડૂતો પોતાના પાક લઈ રહ્યાં છે.જેથી આવા સમયે થયેલો વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

Advertisement

આ પણ વાંચો: આ જિલ્લાઓમાં ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર, Ambalal Patel એ કરી ભયંકર વાવાઝોડાની આગાહી!

ખંભાળિયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

અત્યારે દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભાટિયા નજીકના વિસ્તારોમાં વાદળોની વમણ જોવા મળ્યું છે. ભાટિયા પંથકમાં વરસાદી ઝાપટા વચ્ચે વાતાવરણમાં આવેલ પલટા બાદ વાદળો ઘેરાયા જોવા મળ્યા છે. નોંધનીય છે કે, ખંભાળિયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. એટલું જ નહીં પરંતુ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં આવેલ પલટા બાદ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે.

આ પણ વાંચો: Himmatnagar : સબજેલમાં દુષ્કર્મનાં આરોપીએ ગળે ફાંસો ખાધો, કારણ ચોંકાવનારું!

Tags :
Advertisement

.