Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં મેઘરાજાનું જોરદાર આગમન, છેલ્લા 2 કલાકમાં 144 તાલુકામાં થયો વરસાદ

આણંદમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો વડોદરાના ડેસરમાં 2 કલાકમાં 3 ઈંચ ધોધમાર વરસાદ મોરવા હડફ, નડિયાદમાં 2 કલાકમાં પોણા 3 ઈંચ વસો, ઉમરેઠ, ગળતેશ્વરમાં 2 કલાકમાં 2-2 ઈંચ વરસાદ Gujarat: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્...
ગુજરાતમાં મેઘરાજાનું જોરદાર આગમન  છેલ્લા 2 કલાકમાં 144 તાલુકામાં થયો વરસાદ
  1. આણંદમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો
  2. વડોદરાના ડેસરમાં 2 કલાકમાં 3 ઈંચ ધોધમાર વરસાદ
  3. મોરવા હડફ, નડિયાદમાં 2 કલાકમાં પોણા 3 ઈંચ
  4. વસો, ઉમરેઠ, ગળતેશ્વરમાં 2 કલાકમાં 2-2 ઈંચ વરસાદ

Gujarat: ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ જોવા મળી રહી છે. છેલ્લા 2 કલાકમાં રાજ્ય (Gujarat)ના 144 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આણંદ, વડોદરા, મોરવા હડફ અને નડિયાદમાં નોંધાયો છે. આણંદમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વડોદરાના ડેસરમાં પણ 3 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે. મોરવા હડફ અને નડિયાદમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન; અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, જાણો ક્યા કેટલો વરસ્યો વરસાદ

Advertisement

અન્ય વિસ્તારોમાં પણ વરસાદનો પ્રકોપ

અન્ય વિસ્તારોમાં પણ વરસાદનો પ્રકોપ ઊભો થયો છે. વસો, ઉમરેઠ અને ગળતેશ્વરમાં 2 કલાકમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. બોરસદ, શહેરા, અને મહુધામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સંતરામપુર, પેટલાદ અને ડાંગમાં 1.5 ઈંચ વરસાદ જોવા મળ્યો છે, જ્યારે ગોધરા, ધરમપુર, અને સાવલીમાં પણ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. વધારાની વિગતો મુજબ, વડોદરા અને પાદરામાં 2 કલાકમાં સવા 1 ઈંચ, અને વઘઈ, લીમખેડા, ઠાસરા, અને સીંગવડમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાત, બાલાસિનોર, અને સાંતલપુરમાં પણ 1 ઈંચ વરસાદ પડ્યો છે. આ વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, અને સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું, અનેક વિસ્તારો થયા જળબંબાકાર

ગુજરાતના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. કડાણા અને લુણાવાડામાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. થાનગઢ, મહુધા, ચીખલી, અને નડિયાદમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવી, ઉમરપાડા, અને નીઝરમાં 4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. રાજ્યના 35 તાલુકાઓમાં 3થી 4 ઈંચ અને 37 તાલુકાઓમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 77 તાલુકાઓમાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ આવ્યો છે. આ સંપૂર્ણ વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે અને વરસાદની જોરદાર જમાવટને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

આ પણ વાંચો: VADODARA : વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એક તરફ ગરનાળુ બંધ

Tags :
Advertisement

.