Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના રાજાશાહી સમયના બે પુલના ફિઝીકલ રિપોર્ટ 22 દિવસમાં રજુ કરવા હાઇકોર્ટનો આદેશ

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ભગવતપરા સામાકાંઠાને જોડતા ગોંડલી નદી પરના રાજાશાહી સમયના અંદાજે સો થી સવાસો વર્ષ જુના બંને પુલને સમારકામની તાતી જરુરીયાત છે. જો કે  નગર પાલીકાને વારંવાર  રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવાઇ ન...
ગોંડલના રાજાશાહી સમયના બે પુલના ફિઝીકલ રિપોર્ટ 22 દિવસમાં રજુ કરવા હાઇકોર્ટનો આદેશ
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના ભગવતપરા સામાકાંઠાને જોડતા ગોંડલી નદી પરના રાજાશાહી સમયના અંદાજે સો થી સવાસો વર્ષ જુના બંને પુલને સમારકામની તાતી જરુરીયાત છે. જો કે  નગર પાલીકાને વારંવાર  રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા દાખવાઇ ન હતી. આ મુદ્દે એડવોકેટ અને સામાજીક આગેવાન યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ કરાઇ હતી.
ઘોર બેદરકારી
યતિષભાઇ દેસાઇ એ જણાવ્યુ કે મોરબી પુલ હોનારતની ઘટનાને ટાંકી નગરપાલીકાના નિંભર તંત્રને ઢંઢોળવા અનેક પ્રયાસો કરાયા હતા. છતા બંને પુલ અંગે તંત્ર દ્વારા આજ સુધી ઘોર બેદરકારી દાખવાઇ છે. હાઇકોર્ટ દ્વારા આજે તા.૬ તારીખે પીઆઇએલની સુનવણી હાથ ધરાતા યતિષભાઈ દેસાઈ દ્વારા રજુ કરાયેલા એવીડન્સ ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારની ટીમ દ્વારા બંને પુલ ની ફીઝીકલ ચકાસણી કરી તા.૨૮\૬ સુધીમાં રિપોર્ટ રજુ કરવા હુકમ કરાયો છે.
ટેકનીકલ રિપોર્ટની ઝાટકણી
હાઇકોર્ટે નગરપાલીકા દ્વારા રજુ કરાયેલા ટેકનીકલ રિપોર્ટની ઝાટકણી કાઢી અમાન્ય ગણાવ્યો છે.અરજદાર યતિષભાઈ દેસાઈ પક્ષે વકીલ રથીનભાઇ રાવલે દલીલો કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.