Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સગીરાને ચા પીવાના બહાને હવસખોર આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની ઉપર આચર્યું દુષ્કર્મ

અહેવાલ - હસમુખ રાવલ મહીસાગર જિલ્લા સહીત સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 52 વર્ષના હવસખોર આચાર્યએ પોતાની દીકરીની ઉંમરની સગીરા વિદ્યાર્થિની પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી સગીરાની પિખી નાખતા સમગ્ર...
11:14 PM Oct 16, 2023 IST | Hardik Shah

અહેવાલ - હસમુખ રાવલ

મહીસાગર જિલ્લા સહીત સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 52 વર્ષના હવસખોર આચાર્યએ પોતાની દીકરીની ઉંમરની સગીરા વિદ્યાર્થિની પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાની હવસનો શિકાર બનાવી સગીરાની પિખી નાખતા સમગ્ર મહીસાગર જિલ્લા સહિત પટેલ સમાજમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને હવસના ભૂખ્યા લપટ આચાર્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

લુણાવાડાની સ્કુલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પટેલે સગીરા સાથે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી તેને પિખી નાખતા સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડવા સહીત શર્મશાર કરવાનું કૃત્ય એક આચાર્ય દ્વારા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

હવસખોર આચાર્ય રાજેશ પટેલ પહેલા કિસાન હાઇસ્કુલ લુણાવાડા માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્યાં ભોગ બનેલ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. તેથી તે રાજેશ પટેલ ને ઓળખતી હતી અને આ વિદ્યાર્થિની ને કોલેજ અભ્યાસ અર્થે જવાનું હોવાથી પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી. ત્યારે રાજેશ પટેલ મળતા રાજેશ પટેલે વાત કરી અને કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે. તેમ કહી એકાંત સ્થળે લઈ જઈ આચાર્ય રાજેશ પટેલે વિદ્યાર્થીનીની ભોળવી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરી સગીરાને પીંખી નાખી હતી અને ત્યારબાદ સગીરાને તેનાં ગામની સીમમા છોડી રાજેશ પટેલ ભાગી છૂટયો હતો.

સમગ્ર ઘટનાની જાણ પીડિતાના પરિવાર ને થતા લુણાવાડા પોલીસ મથક ખાતે મામલાની જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. અને લુણાવાડા ટાઉન પોલીસે હવસખોર આચાર્ય રાજેશ પટેલને ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પો.ઇન્સ. એ.એન નિનામા ને બાતમી મળી હતી કે, આરોપી હાલમાવડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે છુપાયો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વડોદરાના વાઘોડિયા ખાતે થી હવસખોર આચાર્ય ને દબોચી લુણાવાડા ટાઉન પોલીસ મથક ખાતે લાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - શખ્સે La Pino’z Pizza માંથી કર્યો ઓર્ડર, પિઝામાંથી નિકળ્યો મરેલો વંદો

આ પણ વાંચો - સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 5 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
acharyaAcharya rapes ex-studentdrinking teaex-studentrapes
Next Article