Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા અંગદાનની હેટ્રિક, ત્રણ દિવસમાં ત્રણ અંગદાતાઓના અંગદાનથી 9 વ્યક્તિઓને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં લગોલગ ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાનમાં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે. કહેવાય છે કે, જીવન અને મરણ એ પરમ કૃપાળુ પરમાત્માના હાથમાં છે. પરંતુ આ તબીબો પોતાની કર્તવ્ય...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા અંગદાનની હેટ્રિક  ત્રણ દિવસમાં ત્રણ અંગદાતાઓના અંગદાનથી 9 વ્યક્તિઓને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં લગોલગ ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાનમાં મળેલા નવ અંગોએ નવ જરૂરિયાતમંદોને નવજીવન પ્રદાન કર્યું છે. કહેવાય છે કે, જીવન અને મરણ એ પરમ કૃપાળુ પરમાત્માના હાથમાં છે. પરંતુ આ તબીબો પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવીને કોઈક જરૂરિયાતમંદને નવજીવન બક્ષી શકે છે તેનું આ આદર્શ ઉદાહરણ છે.

Advertisement

સિવિલ હોસ્પિટલના તબીબોએ નક્કી જ કરી લીધું છે કે, ગુજરાતમાં કોઈપણ જીવંત વ્યક્તિને અંગોનું દાન કરવું પડે નહીં અને બ્રેઇન્ડેડ થતા દર્દીના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી કોઈકને નવું જીવન મળી શકે. તેવા શુભ આશય સાથે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ રાઉન્ડ ધ ક્લોક અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો છે. જેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં 36 થી 38 ડિગ્રી તાપમાન વચ્ચે પણ ના દિવસ જોયું ના રાત, ક્યાં કોઈક વ્યક્તિના અંગોના દાનથી કોઈક પીડિતના જીવનમાં ગુંજારવ પથરાય તેવા પ્રયાસો હાથ ધરીને હોસ્પિટલના તબીબો દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાનમાં સફળતા મેળવીને નવ લોકોને નવજીવન આપ્યું છે. જણાવી દઇએ કે, ગઈકાલ તા.7 મે ના રોજ થયેલા 107 માં અંગદાનની વિગત જોઈએ તો, 25 વર્ષના મનોજભાઈ કે જેઓ મૂળ રાજકોટના નિવાસી હતા. તેઓને અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી‌. જેના પરિણામે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરાયા હતા.

Advertisement

તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં. આ દરમિયાન તબીબોને મનોજભાઇના બ્રેઇન્ડેડ થયાની જાણ થઇ. જેના કારણે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી. પરિવારજનોએ પણ આ સત્કાર્ય કરવા માટે સંમતિ દર્શાવી. જેના પરિણામ સ્વરૂપ મનોજભાઈના અંગદાન થકી બે કિડની અનેક લીવરનું દાન મળ્યું. જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આમ મનોજભાઈ અંગદાન કરીને અમર થઈ ગયા. અને તેઓ બીજા ત્રણ વ્યક્તિઓને પણ કાર્યક્ષમ જીવન પ્રદાન કરતા ગયા. સિવિલ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી આજે અમદાવાદમાં અંગદાનની સરવાણી વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ અને અંગદાતા પરિવારજનોનના સંયુક્ત પ્રયાસોથી નવ લોકોને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ યજ્ઞ છે અંગદાનનો, આ યજ્ઞ છે મદદ અને સેવાભાવનાનો, અમારા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અત્યાર સુધીમાં 107 અમર અંગદાતાઓના અંગદાનથી 322 જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.

આ પણ વાંચો - સિવિલ હોસ્પિટલને CSR હેઠળ રૂ.1.28 કરોડની રકમના ઉપકરણો મળ્યા

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – સંજય જોશી, અમદાવાદ

Tags :
Advertisement

.