HARNI KAND: ગોઝારી ઘટનામાં શિક્ષિકાનું મોત, બાળકો મા વિના નોધારા બન્યા
HARNI KAND: વડોદરામાં ગઈ કાલે હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા છે. આ લોકો માટે કાલનો દિવસ કાળ બનીને ઉગ્યો હતો. આ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષિકા ફાલ્ગુની બેનનું પણ દુઃખદ અવસાન થયું છે. શિક્ષિકાના અવસાન બાદ તેમના બે બાળકો મા વિનાના થઈ ગયા છે. મૃતક ફાલ્ગુની બેનના પરિવારમાં અત્યારે ભારે માતમ છવાયો છે. આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના સ્વજનો અત્યારે આંસુ ભીની આંખે ન્યાયની માંગ કરી રહ્યા છે.
હવે આ બાળકોને કોણ સાચવશે?
હરણી તળાવમાં (HARNI KAND) થયેલ દર્દનાક બોટ દુર્ઘટના ઘટી હતી. આ દૂર્ઘટનામાં 14 જિંદગી હોમાઈ જતા આખું વડોદરા હિબકે ચડ્યું છે. પરિવારજના પોતાના સ્વજનને ખોયા ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આખરે નિર્દેષ બાળકોનો શું વાંક હતો? આ કરુણ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
નાની બાળકીએ રોશની શિંદેએ પણ પોતાનો જીવ ગુમાવ્યો
ઉલ્લેખનીય છે કે, હરણીમાં બોટ દુર્ઘટનામાં એક નાની બાળકી રોશની શિંદેએ પણ પોતાનો જીવ ગુમાવી હતો. આજે રોશની શિંદેની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. પાંચમાં ધોરણાં ભણતી રોશની શિંદના ઘરે અત્યારે ભારે આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 18 તારીખેનો દિવસ રોશની માટે અંધારૂ લઈને આવ્યો હતો. ગઇકાલે રોશની સ્કૂલ પિકનિકમાંથી પીકનીક માટે ગઈ ત્યાં હરણી તળાવમાં બોટિંગ કરતા તેનો જીવ ગયો હતો.
આ પણ વાંચો: સરદાર સરોવર બંધનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કર્યું Reality Check, વાંચો અહેવાલ...
પરિવારે શાળા સંચાલક પર આક્ષેલ લગાવ્યો
આ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ અલિશબા કોઠારીના ઘરે પહોંચી હતી. ચોથા ધોરણમાં ભણતી અલિશબા કોઠારીનું પણ ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. અલિશબાના પરિવારે સ્કૂલ સંચાલક પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે, "બાળકોને પિકનિકમાં ક્યાં લઈ જાય છે તે પણ નહોતું જણાવ્યુ". આ સાથે મેયર અને કમિશનર રાજીનામું આપે તેવી પરિવારના લોકો માંગ કરી રહ્યાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ