સાબરકાંઠાનું હડીયોલ ગામ રખડતી ગાયોથી મુક્ત થયું
અહેવાલ-યશ ઉપાધ્યાય, હિંમતનગર હડીયોલ ગામ રખડતી ગાયોથી મુક્ત થયું તંત્ર ન કરી શક્યું તે ગ્રામજનો એ કરી બતાવ્યું ગ્રામજનોએ રખડતી ગાયોને એક જગ્યાએ એકઠી કરી અને ઇડર પાંજરાપોળમાં મોકલી આપી સાબરકાંઠા (Sabarkantha)ના હિંમતનગર (Himmatnagar) નજીક આવેલા હડિયોલ ગામે કરેલો પ્રયાસ...
09:03 AM Jul 06, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ-યશ ઉપાધ્યાય, હિંમતનગર
- હડીયોલ ગામ રખડતી ગાયોથી મુક્ત થયું
- તંત્ર ન કરી શક્યું તે ગ્રામજનો એ કરી બતાવ્યું
- ગ્રામજનોએ રખડતી ગાયોને એક જગ્યાએ એકઠી કરી અને ઇડર પાંજરાપોળમાં મોકલી આપી
સાબરકાંઠા (Sabarkantha)ના હિંમતનગર (Himmatnagar) નજીક આવેલા હડિયોલ ગામે કરેલો પ્રયાસ સ્થાનિકો માટે ગૌરવ સમાન બની રહ્યો છે.હિંમતનગરના હડિયોલ ગામમાં રખડતી ગાયોના ટોળા અને ગ્રામજનોને ઈજાઓ થવાને લઈને ગ્રામજનોએ છેલ્લા પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં આવેલી ગાયોને એક જ જગ્યાએ રાખી હતી. ત્યાર બાદ 52 જેટલી ગાયોને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી છે.આ જોઈ હવે લોકો પણ કહી રહ્યા છે કે તંત્ર ન કરી શક્યું તે હડિયોલ ગામ એ કરી બતાવ્યું.
ગામલોકો એ રખડતી ગાયો એકત્ર કરી
છેલ્લા કેટલાય સમય થી જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ પુષ્કળ વધતો જોવા મડી રહ્યો છે પણ સ્થાનિક તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હતું. જેને લઈ હડિયોલ ગામ લોકો એ તંત્ર ને સાઈડ ઉપર રાખી પોતે જ પોતાના ગામમાં રખડતા પશુઓને કોઈ હેરાનગતી ન થાય તેમ એક જ જગ્યાએ એકત્રીત કરી ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.
ગ્રામજનોએ સતત પાંચ દિવસ સુધી ગાયોને ભેગી કરી
ચોમાસું શરુ થતા ની સાથે જ હવે ગામડાઓ કે શહેરોમાં રખડતી ગાયો રોડ પર આવી જાય છે અને અડીંગો જમાવી દે છે તો રાત્રીના સમયે અંધારામાં તો ગાયો વાહન ચાલકોને દેખાતી પણ નહોતી હોતી જેને લઈને અકસ્માત સર્જાય છે.ત્યારે રખડતા પશુઓના મામલે ગામમાં રખડતી ગાયોના ત્રાસે હિંમતનગરના હડીયોલ ગામના ગ્રામજનોએ સતત પાંચ દિવસ સુધી ફળીયે ફળીયે અને આસપાસના વિસ્તારમાં આવતી રખડતી ગાયોને પંચાયતના બાજુમાં આવેલી વાડીમાં એક જગ્યા ઉપર એકત્રિત કરી અને ત્યાં તેમના માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી.લીલા ઘાસચારો સાથે પાણીની વ્યવસ્થા કરવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં લોક ભાગીદાર બન્યા હતા.
ગાયોના માલિકો પોતાના પશુને રખડતા મૂકી ગયા
પાંચ દિવસ બાદ ગાયોનો કોઈ માલિક નહિ આવતા કાયમી ઉકેલ માટે સ્થાનિક લોકોએ અલગ અલગ પાંચ જેટલી ગાડીઓમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી 52 થી વધુ ગાયોને ભરીને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.સામાન્ય રીતે રખડતા પશુઓના પગલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જતું હોય છે તો બીજી તરફ વાહન ચાલકો સહિત નાના બાળકો માટે પણ આવા પશુઓ જોખમરૂપ બને છે ત્યારે હડીયોલ ગામમાં સાત જણાને ઈજાઓ કરી હતી જેને લઈને ગ્રામજનોએ એક થઈને તમામ ગાયોને એકત્ર કરી ઇડર પાંજરા પોળમાં મોકલી આપી હતી.
ગામના સરપંચ શું કહી રહ્યા છે
આ અંગે ડેપ્યુટી સરપંચ ધ્રુપલ પટેલે જણાવ્યું હતું કે હડીયોલ ગામ રખડતી ગાયોથી પરેશાન થયું હતું ને બીજી તરફ ગામના સાત લોકોને ઈજા કરી હતી જેને લઈને ગ્રામજનોએ કરેલા નિર્ણયને સૌએ સહકાર આપ્યો અને ગાયોને એકઠી કરીને પાંજરા પોળ મોકલી છે. હાલમાં હડીયોલ ગામ રખડતી ગાયોથી મુક્ત થયું છે.આમ સહિયારા પ્રયાસથી કામ સફળ થયું છે.
Next Article