ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચાલ યુવા સંગઠન દ્વારા GVBO માસ્ટર મીટ યોજાઈ

ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે પંચાલ યુવા સંગઠન (Panchal Yuva Sangathan) દ્વારા આજે પંચાલ સમાજની મીટ વાર્ષીક સાધારણ સભા અને GVBO માસ્ટર મીટ યોજાઈ હતી. પંચાલ યુવા સંગઠન  22થી વધુ જિલ્લાઓમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે...
08:02 PM Jul 13, 2023 IST | Vipul Pandya
ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે પંચાલ યુવા સંગઠન (Panchal Yuva Sangathan) દ્વારા આજે પંચાલ સમાજની મીટ વાર્ષીક સાધારણ સભા અને GVBO માસ્ટર મીટ યોજાઈ હતી.
પંચાલ યુવા સંગઠન  22થી વધુ જિલ્લાઓમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે
પંચાલ યુવા સંગઠન  22થી વધુ જિલ્લાઓમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે અને 8500થી વધુ કાર્યકર્તાઓ છે. પંચાલ યુવા સંગઠન દ્વારા ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે આજ રોજ પંચાલ સમાજની મીટ વાર્ષીક સાધારણ સભા અને GVBO માસ્ટર મીટ યોજાઈ હતી. આ સાથે  ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશનની માસ્ટર મીટ પણ યોજાઈ હતી.
GVBO ચેપ્ટરના બિઝનેસમેનો તેમજ વિવિધ જીલ્લા અને તાલુકાના પ્રમુખો હાજર
આજે વિશ્વકર્મા સમાજની અગ્રણી સંસ્થા પંચાલ યુવા સંગઠનને પાંચ વર્ષ પુર્ણ થયા અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થયો હતો. આજે યોજાયેલી મીટમાં અમદાવાદ અને વડોદરાના GVBO ચેપ્ટરના બિઝનેસમેનો તેમજ વિવિધ જીલ્લા અને તાલુકાના પ્રમુખો હાજર રહ્યા હતા.
હોદ્દેદારોને અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા
કાર્યક્રમમાં યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના હોદ્દેદારોને અવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આવનારા સમયમાં વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવાની સુવિધાઓ વાળી હોસ્ટેલ સાથે ટેક્નીકલ અને નોન ટેક્નીકલ કોર્ષો તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લાસ 1 અને ક્લાસ 2 માટેના તાલીમ વર્ગો માટે વિશ્વકર્મા ધામ બનાવવાનું પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો---નવસારીમાં 1141 એકર વિસ્તારમાં બનનાર PM મિત્ર પાર્ક માટે રાજ્ય-કેન્દ્ર વચ્ચે MOU
Tags :
GVBO Master MeetPanchal Yuva Sangathan
Next Article