Guru Purnima: રાજ્યભરમાં ગુરૂ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી, દ્વારકા અને પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
Guru Purnima 2024: ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર અત્યારે ગુરૂ પૂર્ણિમા (Guru Purnima)ની ઉજવણી જઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આજે અષાઢી પૂનમના દિવસે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. રાજ્ય અને દેશભરમાંથી દ્વારકાધીશની પૂનમ ભરવા માટે ભાવિ ભાવિકો આવતા રહે છે. વહેલી સવારથી ભગવાન દ્વારકાધીશની એક ઝલક માટે ભાવિકો તલપાપડ થઈ રહ્યા છે. ભગવાનન પૂનમ અર્પણ કરી ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા ભાવિકો અનુભવે છે. આજના દિવસે સોળે કળાએ ખીલી ચંદ્ર મન પર હકારાત્મ અસર જન્મવાતો હોવાની માન્યતા હકારાત્મક ઉર્જાથી મન સંતુલિત રહે છે.
ગુરુ પૂર્ણિમા નિમિત્તે હનુમાનજી વિશેષ શણગાર કરાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા (Guru Purnima) નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરાયો. સાળંગપુરમાં હનુમાનજી દાદાને સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ પોતાના ગુરૂનું પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. ગુરુ પૂર્ણિમા નિમિતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
પવિત્ર યાત્રાધામ પાવાગઢની વાત કરવામાં આવે તો, અહીં પણ મોટી સંખ્યામાં માનવમહેરામન ઉમટ્યું છે. ગુરુ પૂનમ અને રવિવારની જાહેર રજા બન્ને એકસાથે હોવાથી યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ સાથે વાદળોની ફોજ વચ્ચે પાવાગઢનો ડુંગર વધુ રળિયામણો લાગી રહ્યો હતો. આજે પવિત્ર યાત્રા ધામ પાવાગઢમાં આહલાદક નજારો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, હિલ સ્ટેશન જેવા ખુશનુમા વાતાવરણ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. આજે વહેલી સવારથી જ મંદિરના નિજ દ્વાર ખુલતા જ માતાજીના જય ઘોષથી પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો.
બગદાણા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન
ભાવનગરમાં આવેલા ગુરુ આશ્રમ બગદાણા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા હતા. બગદાણા ગુરુ પૂર્ણિમા (Guru Purnima)ના પાવન પર્વએ સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે સમગ્ર રાજ્યના લોકોને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ આપી હતી. ભાવનગર બગદાણા ગુરુ આશ્રમ ખાતે ગુરુ પૂજનનો સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેરો લાભ લીધો હતો. આજે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી છે. આ સાથે સમગ્ર દેશ પર કોઈ સંકટના આવે તેવી બાપાના ચરણો પ્રાર્થના કરી છે.
મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી
રાજકોટમાં ગુરૂ પૂર્ણિમાની વાત કરવામાં આવે તો, મુંજકા ગામ ખાતે આવેલા આર્ષ વિદ્યામંદિરમાં ગરુપૂર્ણિમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકો ગુરુની વંદના કરી હતી. નોંધનીય છે કે, રાજકોટના આર્ષ વિદ્યા મંદિરમાં ગુરુપૂર્ણિમાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિકોએ પરમાત્માનંદ સરસ્વતીજીના આશીર્વાદ લીધા હતા. રાજકોટમાં આર્ષ વિદ્યા મંદિર ગુરુઆસ્થાનું કેન્દ્ર છે. આર્ષ વિદ્યા મંદિરમાં સંસ્કૃત, વેદ અને ભાગવદ ગીતા સહિત વિવિધ ગ્રથોનો અભ્યાસ કરાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પરમાત્માનંદ સરસ્વતી આર્ષ વિદ્યા મંદિરના આચાર્ય છે.
દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી લોકો ઉમટ્યા
આજે અષાઢી પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરૂનું વિશેષ પૂજન અર્ચન કરતા હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી ઉમટ્યા હતા. મંદિર પરિસર વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયેલું જોવા મળ્યું હતું. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા. જ્યારે નીજ મંદિરને ફૂલોની રોશનીથી શણગારાયું હતું. જે શામળિયા ઠાકોરના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા. દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાનના પારે શિષ નામાવશે અને ભગવાન શામળિયાના દર્શન કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણીકરી ધન્ય બનશે.