Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

અમેરિકામાં રહેતા ગુજરાતીની ગોળી મારી હત્યા 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા મૈનાંક પટેલ નોર્થ કેરોલિના રાજ્યના સેલબરીમાં રહેતો હતો મૈનાંક Mainank Patel: ગુજરાતના ઘણાં લોકો વિદેશમાં રહેવા અને કમાવવા માટે જઈ રહ્યા છે. આ સંખ્યા સતત વધી રહીં...
mainank patel  અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા  સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત
  1. અમેરિકામાં રહેતા ગુજરાતીની ગોળી મારી હત્યા
  2. 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા મૈનાંક પટેલ
  3. નોર્થ કેરોલિના રાજ્યના સેલબરીમાં રહેતો હતો મૈનાંક

Mainank Patel: ગુજરાતના ઘણાં લોકો વિદેશમાં રહેવા અને કમાવવા માટે જઈ રહ્યા છે. આ સંખ્યા સતત વધી રહીં છે. પરંતુ શું વિદેશોમાં ભારતીયો સુરક્ષિત છે ખરા? અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સગીરના આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવકનું મોત થયાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, 18 વર્ષથી મૈનાંક પટેલ (Mainank Patel) અમેરિકામાં સ્થાયી થયા હતા. નોર્થ કેરોલિના રાજ્યના સેલબરીમાં મૈનાંક પટેલ રહેતો હતો.

Advertisement

આ પણ વાંચો: કોલકાતાની ઘટનાનાં વિરોધમાં કેન્ડલ માર્ચ, IMA નાં અધ્યક્ષે જાહેરમાં પિસ્તોલ બતાવી કહ્યું- હવે ફરજિયાત..!

Advertisement

18 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતાં મૈનાંક પટેલ

નોંધનીય છે કે, મૈનાંકના મૃત્યુથી વડોદરામાં બહેન અને પરિવારમાં ભારે દુ:ખનો માહોલ જોવા મળી રહ્યો છે. સોલાટ સિટીમાં ગેસ સ્ટેશનમાં સ્ટોરમાં મેનેજર તરીકે મૈનાંક પટેલ (Mainank Patel) કામ કરી રહ્યો હતો. નોંધનીય છે કે, 13 ઓગસ્ટે લૂંટના ઈરાદે બુકાનીધારીએ ગોળીઓ વરસાવી હતી. સમગ્ર ઘટનાને લઈને રોવાન કાઉન્ટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન, 200 ગ્રાહક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા

Advertisement

મૈનાંક નોર્થ કેરોલિના રાજ્યના સેલબરી ખાતે રહેતો હતો

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ગુજરાતી દુકાનદારો અને મોટેલમાલિકો ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. જેમાં મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા મૈનાંક નિલેશભાઈ પટેલ (Mainank Patel) ઉપર થયેલા ગોળીબારમાં તેમનું મોત થયું છે. 13 ઓગસ્ટના રોજ બુકાનીધારીએ લૂંટના ઇરાદે પોતાની પાસે રહેલી બંદૂકથી મૈનાંક ઉપર આડેધડ ગોળીઓ વરસાવી હતી અને ભાગી છૂટ્યો હતો. સ્થાનિક રોવાન કાઉન્ટી પોલીસે એક શ્વેત બુકાનીધારી સગીરની ધરપકડ કરી હતી. મૈનાંક નોર્થ કેરોલિના રાજ્યના સેલબરી ખાતે રહેતો હતો. મૈનાંક 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો અને સોલાટ સિટીમાં ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. મૈનાંક પરિણીત હતો અને પત્ની અમીબેન મૂળ ચરોતરનાં વતની છે, તેમને સંતાનમાં એક દીકરો પણ છે. મૈનાંકના મોતથી પરિવારજનો સ્થાનિક ગુજરાતીઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.

આ પણ વાંચો: વિવાદોમાં રહેનારી આ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મળી ભૂલો

Tags :
Advertisement

.