Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ .૪૮જળાશયો છલકાતાં હાઈ એલર્ટ

Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ-૪૮જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ • દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક...
gujarat ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ  ૪૮જળાશયો છલકાતાં હાઈ એલર્ટ
  • Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ-૪૮જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
    • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૭%થી વધુ જળ સંગ્રહ
    • દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા જળ સંગ્રહ

Gujarat રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.

Advertisement

આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

સરદાર સરોવરમાં નોંધપાત્ર જળસંગ્રહ 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.૪૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૦૯,૬૬૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

Advertisement

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં ૭૯,૨૭૪ ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક, દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો- Gujarat CM-શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં ફાયર સેફટી સુસજ્જ કરવા પ્રતિબધ્ધ

Advertisement

.