Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat :ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 અમલમાં

ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 અંતર્ગત દરેક હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત
gujarat  ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ  2024 અમલમાં
Advertisement
  • Gujarat-ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 (The Clinical Establishment Act) હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 8000 જેટલી આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું
  • રાજ્યની 2800 થી વધુ સરકારી અને  5200  જેટલી ખાનગી આરોગ્ય સંસ્થાઓએ  એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ્સનો સમાવેશ
  • ૫૦ થી ઓછી પથારી ધરાવતી 7607 અને ૫૦ થી વધુ પથારી ધરાવતી 326  હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું
  • Gujarat રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ ૧૨ માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024  હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
  • https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાય છે
  • સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાંકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે
  • પ્રમાણપત્ર વિના કાર્યરત કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૫ લાખ સુધીના દંડથી લઇ સીલ મારવા સુધીની જોગવાઇ
  • આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે
  • ક્લિનિકલ સંસ્થાઓમાં તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે
  • ક્લિનિક ચલાવતા મેડિકલ પ્રેક્ટીસનર અને હેલ્થ પ્રોફેશનલ્સ માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત છે 
  • એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે 
Gujarat રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ(Diagnostic Lab) માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 
તા. ૧૨ મી માર્ચ ૨૦૨૫ સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. 
અત્યારસુધીમાં તા. 20 ડિસેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ Gujaratરાજ્યની 7989 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં 2816 સરકારી, 5173 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. 
જેમાં 6536 એલોપેથી, 543 આયુષ હોસ્પ્ટિલ્સ, 910 હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે. 
૫૦ થી ઓછી પથારી ધરાવતી 7607 અને ૫૦ થી વધુ પથારી ધરાવતી 326  હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. 
ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી
રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે. જે હેતુથી જ રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે
આ અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન થશે તેમજ  હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે. 
ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે
એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું
આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. 
રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની જોગવાઈ 
Gujarat માં આવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ / કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની તેમજ સંસ્થાને સીલ મારવા સુધીની જોગવાઇ છે. 
નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનો ફરજિયાત 
અત્રે નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે. 
તદ્ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા
ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને, કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે. 
ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ Gujarat Clinical Establishment (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ તારીખ ૨૨-૫-૨૦૨૧ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ  ૧૩-૯-૨૦૨૨ ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે.
ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજીસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ અંતર્ગત નિયમો અને નિયમન તારીખ ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
ગાંધીનગર

Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!

featured-img
અમદાવાદ

એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!

×

Live Tv

Trending News

.

×