Gujarat: આજે સવારે 6 વાગ્યા સુધી 523.89 મિમિ વરસાદ નોંધાયો, નર્મદા ડેમ 53.88 ટકા ભરાયો
Gujarat: ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. તો રાજ્યમાં થયેલા વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, આજે સવારે 6 વાગ્યા સુધી 523.89 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે રાજ્યમાં સરેરાશ વરસાદ 59.33 ટકા થયો છે. નોંધનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 2022માં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાની વિગતો સામે આવી છે. 2022માં રાજ્યમાં 1037.88 મિમિ એટલે કે 122.09 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે 2023માં રાજ્યમાં 948.06 મિમિ એટલે કે 108.16 ટકા વરસાદ પડ્યો અને 2021ની વાત કરવામાં આવે તો ત્યારે રાજ્યમાં 827 મિમિ એટલે કે 98.48 ટકા વરસાદ પડ્યો હતો.
આ વખતે રાજ્યમાં સિઝનનો વરસાદ
રાજ્યમાં 3 તાલુકામાં 51થી 125 મિમિ વરસાદ | |
62 તાલુકા | 126 થી 250 મિમિ વરસાદ પડ્યો |
101 તાલુકા | 251થી 500 મિમિ વરસાદ પડ્યો |
50 તાલુકા | 501થી 1000 મિમિ વરસાદ પડ્યો |
35 તાલુકા | 1000 મિમિથી વધુ વરસાદ પડ્યો |
24 કલાકમાં 32 જિલ્લામાં 213 તાલુકામાં વરસાદ
મહેસાણા | 186 મિમિ વરસાદ પડ્યો |
પ્રાંતિજ | 167 મિમિ વરસાદ પડ્યો |
વિસનગર | 163 મિમિ વરસાદ પડ્યો |
હાંસોટ | 142 મિમિ વરસાદ પડ્યો |
વિજાપુર | 138 મિમિ વરસાદ પડ્યો |
સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વરસાદ
સરસ્વતી | 92 મિમિ વરસાદ |
પાટણ | 75 મિમિ વરસાદ |
લાખણી (બનાસકાંઠા) | 56 મિમિ વરસાદ |
ખંભાળીયા | 50 મિમિ વરસાદ |
સાંતલપુર | 40 મિમિ વરસાદ |
આજ સવાર સુધીમાં નર્મદા ડેમ 53.88 ટકા ભરાયો
આ સાથે ડેમની વાત કરવામાં આવે તો, સવારે 8 વાગ્યા સુધી નર્મદા ડેમ 53.88 ટકા ભરાયો હોવાનું સામે આવ્યું છે. રાજ્યના 206 જળાશયો 48.90 ટકા ભરાયા છે. જેમાં વિગતે વાત કરીએ તો, 47 જળાશયો 100 ટકા ભરાયા હોવાથી 53 ડેમ આઇએલર્ટ મુકી દેવામાં આવ્યા છે. આ સાથે 10 ડેમ પર પણ એલર્ટ છે. એટલું જ નહીં પરંતુ 12 ડેમ વોર્નીંગ પર છે.
વરસાદના કારણે એસ.ટી નિગમના 17 રુટ પણ બંધ કરાયા
નોંધનીય છે કે, રાજ્ય (Gujarat)માં ભારે વરસાદે કારણે અત્યાર સુધી 16028 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 1639 લોકોનું રેસ્ક્યૂ પણ કરાયા છે. ગુજરાત રાજ્યમાં વડાલી તાલુકાના થુરાવાસમાં વીજળી પડવાથી 1નું મોત તથા 1ને ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં રસ્તાઓને પણ અસર થઈ છે, જેથી 9 સ્ટેટ હાઇવે બંધ જ્યારે પંચાયત હસ્તકના 121 રસ્તા મળીને 135 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વરસાદના કારણે એસ.ટી નિગમના 17 રુટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.