Assembly Budget Session: રાજ્યમાં પ્રોટોકોલ ન જળવાતો હોવા મામલે કેબિનેટ મંત્રીઓએ કાઢ્યો બળાપો, અધિકારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ
- વિધાનસભામાં બજેટ સત્રમાં ધારાસભ્યો, સાંસદોએ બળાપો ઠાલવ્યો
- કેબિનેટ મંત્રી, MP અને MLAએ કરી પ્રોટોકોલ ભંગ બાબતે કરી ફરિયાદ
- અધિકારીઓ હાજર રહેતા નથીઃ રાઘવજી પટેલ
હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. 19 ફ્રેબ્રુઆરીથી શરૂ થયેલા બજેટ સત્ર પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન ભાજપનાં બે મંત્રીઓ અને ભાજપનાં સાંસદો તેમજ ધારાસભ્યો દ્વારા રાજ્યમાં પ્રોટોકોલ જળવાતો ન હોવા મામલે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં પ્રોટોકોલ ભંગની કુલ 9 ફરિયાદો તા. 31.12.2024 સુધીમાં થઈ છે. રાજ્ય સરકારનાં બે કેબિનેટ મંત્રીએ પ્રોટોકોલ ભંગ અંગેની ફરિયાદ કરી હતી.
kuvarji bavaliya gujarat First
પ્રોટોકોલ ભંગ મામલે કેબિનેટ મંત્રીઓએ ફરિયાદ કરી
રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા રાઘવજી પટેલ દ્વારા પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે રાઘવજી પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા હોઈ પ્રોટોકોલ મામલે ફરિયાદ કરી છે. તેમજ કુંવરજી બાવળીયાએ અગાઉથી પોલીસ અને મામલતદારને જાણ કરવા છતાં હાજર ન રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. તો સાંસદ દિપસિંહ રાઠોડ તથા ડો. જશવંતસિંહ પરમારે પણ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી હતી.
raghvji patel
વધુ વાંચોઃ Ahmedabad: જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે હવે કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ
ક્યાં ક્યાં ધારાસભ્યોએ પ્રોટોકોલનાં ભંગની ફરિયાદ કરી
જ્યારે ભાજપનાં ધારાસભ્યો વિનુ મોરડીયા, સંજલ પંડ્યા, શામજી ચૌહાણ, અરવિંદ લાડાણી તથા હેમંત ખવાએ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી હતી. કાર્યક્રમોમાં આમંત્રણ, તેમજ આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાનું અને તકતીમાં નામ ન હોવાની પણ ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારનાં પ્રશ્ન પર તમામ વિગતો બહાર આવવા પામી હતી.