Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat-ડેન્ગ્યુની અટકાયત અને નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ

Gujarat રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ આરોગ્ય શિક્ષણના વિવિધ માધ્યમો – જાગૃતિ અભિયાન દ્વારા ‘ડેન્ગ્યુ મુક્ત ગુજરાત’નું લક્ષ્યાંક Gujarat: રાજ્યભરમા ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી...
gujarat ડેન્ગ્યુની અટકાયત અને નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ
  • Gujarat રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ
  • આરોગ્ય શિક્ષણના વિવિધ માધ્યમો – જાગૃતિ અભિયાન દ્વારા ‘ડેન્ગ્યુ મુક્ત ગુજરાત’નું લક્ષ્યાંક

Gujarat: રાજ્યભરમા ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આરોગ્ય વિભાગની ડેન્ગ્યુની અટકાયત અને નિયંત્રણ માટે હાથ ધરાયેલ વિશેષ ઝુંબેશની  યાદીમાં જણાવાયા મુજબ Dengue એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર -Aedes aegypti mosquito દ્વારા ફેલાતો રોગ છે.

Aedes aegypti mosquito એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મુકે છે અને તે દિવસ દરમ્યાન કરડે છે.

Advertisement

સામાન્ય રીતે જુલાઇથી ઑક્ટોબર માસ દરમ્યાન ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે.

‘ડેન્ગ્યુ વિરોધી માસ’

ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાય સક્રીય ભાગીદારી સાથે જોડાય તે માટે દર વર્ષે જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ “Connect with Community, Control Dengue” એટલે કે “ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ” તે નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત આ વર્ષે ડેન્ગ્યુ રોગ અને તેનાથી થતા મૃત્યુ અટકાવવામાં લોકોનો સાથ - સહકાર પ્રાપ્ત થાય તે માટે આ ઉજવણી એક ઝુંબેશ સ્વરૂપે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.

સાવચેતીનાં પગલાં 

ડેન્ગ્યુના મચ્છરોથી નાગરિકોને સાવચેતી રાખવા Gujarat આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા-Chikungunya ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવાં।

દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા, ઘર, ધાબા પર અને ઘરની આસપાસ નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની કોઈ દવા નહતી શોધાઈ 

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં,

સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તેમજ ડેન્ગ્યુ ચિકુનગુનિયાના દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ ન કરવા આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયુ છે.

આ પણ વાંચો- VADODARA : શહેરના 7 મથકોમાં પકડાયેલા રૂ. 1.62 કરોડના દારૂનો નિકાલ

Tags :
Advertisement

.