ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat : ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૧૧ નવેમ્બર સુધી લંબાવાઈ

Gujarat -મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. ૧૧ નવેમ્બર સુધી લંબાવાઈ ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧ નવેમ્બરથી જ શરુ કરાશે ગુજરાતના ખેડૂતો પાસેથી કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની...
05:27 PM Oct 30, 2024 IST | Kanu Jani

 

Gujarat ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

Gujarat રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યના ૧૬૦ જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧-૧૧-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. ૦૮-૦૨-૨૦૨૫ના રોજ પૂર્ણ થશે.

આ પણ વાંચો- Gujarat Police : લો બોલો! નિયમ તોડનારને પોલીસ હવે 'મેમો' નહિં પણ ફૂલ આપશે!

Tags :
Gujarat
Next Article