Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT: 22 કલાકમાં 97 તાલુકામાં વરસ્યો વરસાદ, આગામી દિવસમાં ગરમીના ઉકળાટની પણ આગાહી

GUJARAT માં 22 કલાકમાં 97 તાલુકામાં વરસાદ ડાંગ-આહવામાં 22 કલાકમાં 4 ઇંચ વરસાદ નવસારીના ચીખલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છોટાઉદેપુરના ક્વાંટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો GUJARAT માં ફરી એક વખત મેઘરાજાના વધામણાં થયા છે. છેલ્લા 22 કલાકમાં GUJARAT ના 97...
gujarat  22 કલાકમાં 97 તાલુકામાં વરસ્યો વરસાદ  આગામી દિવસમાં ગરમીના ઉકળાટની પણ આગાહી

GUJARAT માં 22 કલાકમાં 97 તાલુકામાં વરસાદ
ડાંગ-આહવામાં 22 કલાકમાં 4 ઇંચ વરસાદ
નવસારીના ચીખલીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો
છોટાઉદેપુરના ક્વાંટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો

Advertisement

GUJARAT માં ફરી એક વખત મેઘરાજાના વધામણાં થયા છે. છેલ્લા 22 કલાકમાં GUJARAT ના 97 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ડાંગના આહવામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 3 ઇંચ અને છોટાઉદેપુરના ક્વાંટમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગારિયાધાર,છોટાઉદેપુર અને ભરૂચમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

GUJARAT ના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ

Advertisement

ડોલવણ,ગળતેશ્વર અને સાગબારામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. કઠલાલ, ગણદેવી, ખેરગામ અને લીલિયામાં પણ 2-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે.

ભર ચોમાસામાં ગરમીનો 2 દિવસ રહેશે વર્તારો

GUJARAT માં ભર ચોમાસા દરમિયાન આગામી બે દિવસ માટે ગરમી અને ઉકળાટનો અનુભવ થશે. પવનની દિશામાં આવેલા ફેરફારોને કારણે આ વાતાવરણમાં આકસ્મિક ગરમી વધી શકે છે. જો કે, આ સમયે વરસાદ પણ છૂટો છવાયો ચાલુ રહેશે, જેના કારણે ગરમીની સાથે-સાથે લોકોને ઠંડકનો પણ અનુભવ થશે.

Advertisement

વલસાડ-નવસારીમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

વધુમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાવાની શક્યતા છે. ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ આવવાની આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જે ચોમાસાના માહોલને જાળવી રાખશે.

આ પણ વાંચો : VADODARA : ટોઇંગ વાહનનો મેમો નહી આપવા પૈસા પડાવતો LRD રંગેહાથ ઝબ્બે

Tags :
Advertisement

.