Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ચાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ, જાણો શું છે કારણ

કડક પગલાંને પગલે મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી ચાર ડૉક્ટરોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા દર્દીઓની સલામતી અને ડોક્ટરોની નૈતિકતા પર પ્રશ્નાર્થ Gujarat: ગુજરાત મેડિકલ કાઉન્સિલે તાજેતરમાં કેટલાક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા છે. આ નિર્ણય બાદ રાજ્યના મેડિકલ...
gujarat  ચાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ  જાણો શું છે કારણ
  1. કડક પગલાંને પગલે મેડિકલ કાઉન્સિલની કાર્યવાહી
  2. ચાર ડૉક્ટરોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા
  3. દર્દીઓની સલામતી અને ડોક્ટરોની નૈતિકતા પર પ્રશ્નાર્થ

Gujarat: ગુજરાત મેડિકલ કાઉન્સિલે તાજેતરમાં કેટલાક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના લાઇસન્સ સસ્પેન્ડ કરીને કડક પગલાં લીધા છે. આ નિર્ણય બાદ રાજ્યના મેડિકલ વર્તુળોમાં ભારે હલચલ મચી છે. કાઉન્સિલે આ ડૉક્ટરો વિરુદ્ધ અનેક ફરિયાદો પ્રાપ્ત કર્યા બાદ આ પગલાં લીધાં. આરોપોમાં ખોટા ઇન્સ્યૂરન્સ ક્લેમ અને દર્દી સાથે ખરાબ વર્તન સહિતની ફરિયાદો સામેલ હતી, જેનાથી દર્દીઓની સલામતી અને ડૉક્ટરોની નૈતિકતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

શંકાસ્પદ પ્રવૃત્તિઓના કારણે લાઇસન્સ સસ્પેન્ડ

વડોદરાના જાણીતા ડૉક્ટર વિલ્યેશ ધેટિયા અને ડૉ. મનાલી ધેટિયાના લાઇસન્સ એક માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓએ ઇન્સ્યોરન્સ ક્લેમમાં ખોટી માહિતી આપીને અને દર્દીઓ સાથે અવ્યવસાયિક વર્તન રાખીને મેડિકલ પ્રેક્ટિસના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. વેરાવળ સિવિલ હોસ્પિટલના ડૉ. પ્રવીણ વૈન્સનું પણ લાઇસન્સ સસ્પેન્ડ કરાયું છે. હિંમતનગરની પૂજન હોસ્પિટલના ડૉ. પલ્લવ પટેલના લાઇસન્સને પણ એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જે મેડિકલ પ્રોફેશનમાં નૈતિકતા જાળવવાની જરૃરિયાતને વધુ મજબૂત બનાવે છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police : પોલીસ બેડામાં મોટા ફેરબદલ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી પહેલા એકસાથે 234 PI ની બદલી

મેડિકલ ક્ષેત્રમાં નૈતિકતાની જાળવણી

આ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મેડિકલ પ્રેક્ટિસમાં નૈતિકતા અને વિધિસર અસરકારીતા જાળવવા માટે કટિબદ્ધ છે. આ પ્રકારની કડક કાર્યવાહી દ્વારા કાઉન્સિલ તે ડોક્ટરોને કડક સંદેશ આપી રહી છે કે ખોટી રીતે કામ કરવાની પરવાનગી આપવાની નહી. મેડિકલ પ્રોફેશનમાં એવી વિધિઓથી બેદરકારી ન ચાલે, જેમાં દર્દીના આરોગ્ય અને હિતો સંકળાયેલા હોય. આથી, આગળ જતાં ડૉક્ટરોએ એમની કામગીરીમાં વધુ જાગરૂકતા રાખવી જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad Civil Hospital : 161 મું અંગદાન, ભારે હૃદયથી પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગોનું દાન કર્યું

Tags :
Advertisement

.