ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ભારતમાં સૌથી મોંઘું રાજ્ય; અહીં રહેવું હોય તો માસિક 50000 પગાર હોવો જોઈએ, જાણો શું કે છે સર્વે...

જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 હજાર રૂપિયાની જરૂર સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં માસિક માત્ર 23,000 રૂપિયાની આવશ્યકતા Most Expensive State...
06:45 PM Sep 12, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat is most expensive state in India
  1. જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય
  2. સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 હજાર રૂપિયાની જરૂર
  3. સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ
  4. હિમાચલ પ્રદેશમાં માસિક માત્ર 23,000 રૂપિયાની આવશ્યકતા

Most Expensive State Gujarat: ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યાં છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીય. આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું છે કે, જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 હજાર રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ, અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે.

આ પણ વાંચો: VADODARA : 150 વર્ષ જૂૂૂના આજવા સરોવરના આધુનિકીકરણ માટે ભાર મૂકતી કેન્દ્રીય ટીમ

મધ્યમ વર્ગની લોકોને પડતી જરૂરિયાતોને ધ્યાને લઈને કરાયો સર્વે

આ સર્વેની વાત કરવામાં આવે તો, સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની લોકોને પડતી જરૂરિયાતોને ધ્યાને લઈને સર્વે કરવામાં આવ્યો છે. તેની આવકને ધ્યાનમાં લેતા દર મહિને મકાનનું ભાડું, માસિક જમવાનો ખર્ચ, ઘરનો સામાન લાવવાનો ખર્ચ, ઓફિસ કે કામના સ્થળે જવાનો ટ્રાવેલ ખર્ચ, ફોન બીલ, લાઈટ બીલ અને મેડિકલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો. આ તમામ બાબતોને આવરી લેતા ગુજરાતમાં સામાન્ય જીવન ગુજરાન ચાલવવા માટે એક વ્યક્તને માસિક 46,000 રૂપિયાની જરૂર પડે છે.

અન્ય રાજ્યોમાં રહેવા માટે માસિક કેટલા રૂપિયાની આવશ્યકતા રહે છે? આ રહીં યાદી

રાજ્યરહેવાનો માસિક ખર્ચરાજ્યરહેવાનો માસિક ખર્ચ
ગુજરાત46,800છત્તીસગઢ30,700
મહારાષ્ટ45,500આંધ્રપ્રદેશ30,300
મિઝોરમ43,500રાજસ્થાન30,100
કર્ણાટક43,200મેઘાલય30,100
હરિયાણા39,200કેરલ20,900
તેલંગાના37,700ઉત્તર પ્રદેશ29,900
પંજાબ36,500પશ્ચિમ બંગાળ29,800
મણિપુર33,000મધ્ય પ્રદેશ29,200
ત્રિપુરા32,400પુડુચેરી28,400
તમિલનાડુ32,200ઝારખંડ28,300
જમ્મુ-કાશ્મીર32,200ઓરિસ્સા28,400
ઉત્તરાખંડ31,300બિહાર25,900
આસામ30,900હિમાચલ પ્રદેશ23,600

રહેવા માટે ગોવા અને મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત મોંઘું

મહત્વની વાત એ છે કે, ગોવા, દિલ્હી અને મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત રહેવા માટે સૌથી મોંઘું છે. અહીં સામાન્ય જન જીવવા માટે 46,000 રૂપિયા જોઈએ છે જ્યારે તે રાજ્યોમાં ક્રમશઃ 38 હજાર, 36 હજાર અને 45,500 રૂપિયાની જરૂર પડે છે. એનો અર્થ એ થયો કે, ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે તમારી માસિક આવક 50 હજારની આસપાસ હોવી અનિવાર્ય છે કે જેનાથી તમે સુખી જીવન જીવી શકો. જેમ જેમ ગુજરાતનો વિકાસ થતો જાય છે તેમ તેમ અહીં રહેવા માટેનો ખર્ચ પણ વધી રહ્યો છે.

આ પણ વાંચો: મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

Tags :
GujaratGujarat is most expensive stateGujarat is most expensive state in IndiaGujarati NewsLatest Gujarati Newsmost expensive state Gujaratmost expensive state in IndiaVimal Prajapati
Next Article