ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat- 'શહીદ વીર કિનારીવાલા યોજના'થી વિદ્યાર્થીઓના વાલીઓને વીમા કવચ

Gujarat સરકારની વીર કિનારીવાલા યોજના હેઠળ ગત બે વર્ષમાં ૩૧ વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૩૧ લાખની સહાય ચૂકવાઇ: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ***** Gujarat Vidhan Sabha ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ...
03:21 PM Aug 22, 2024 IST | Kanu Jani

Gujarat સરકારની વીર કિનારીવાલા યોજના હેઠળ ગત બે વર્ષમાં ૩૧ વિદ્યાર્થીઓના વાલીઓને રૂ. ૩૧ લાખની સહાય ચૂકવાઇ: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
*****
Gujarat Vidhan Sabha ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર "શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યભરમાં મૃત્યુ પામેલા ૧૪ વિદ્યાર્થીના વાલીઓને કુલ રૂ. ૧૪,૦૦,૦૦૦ તેમજ વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૭ વિદ્યાર્થીઓના વાલીઓને કુલ રૂ. ૧૭,૦૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓના અકસ્માત મૃત્યુ બાદ વાલીને અપાતી સહાયમાં રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખી નથી.

અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત બે આંખ, બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૧,૦૦,૦૦૦ જ્યારે, એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૫૦,૦૦૦ ની સહાય ચૂકવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અમલમાં આવી ત્યારે વિદ્યાર્થીના વાલીઓને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં વધારો કરીને રકમ રૂ. ૧,૦૦,૦૦૦ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Gujarat: કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો, કેન્દ્રના નેતાઓની ગેરહાજરી

Tags :
GujaratGujarat Vidhan SabhaVidhansabha
Next Article