Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા રમેશચંદ્ર સંઘવી Gujarat: ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું 72 વર્ષે આજ રોજ દુઃખદ નિધન થયું છે. મળતી જાણકારી પ્રમામે રમેશચંદ્ર સંઘવીનું...
gujarat  ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન  છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
  1. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન
  2. રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું
  3. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા રમેશચંદ્ર સંઘવી

Gujarat: ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું 72 વર્ષે આજ રોજ દુઃખદ નિધન થયું છે. મળતી જાણકારી પ્રમામે રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. ત્યારે આજે સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશચંદ્ર સંઘવી સારવાર હેઠળ હતા. તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો: કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા

સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશચંદ્ર સંઘવી સારવાર હેઠળ

જાણકારી પ્રમાણે આજે બપોરના સમયે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી. કોરોના કાલ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી હર્ષભાઈ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.

Advertisement

આ પણ વાંચો: Dadra and Nagar Haveli ખાતે 78મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે સફળતાપૂર્વક પૂર્ણ ઉજવણી

રમેશચંદ્ર સંઘવી પ્રખર રાષ્ટ્રપ્રેમી અને સેવાભાવી હતા

હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીની વાત કરવામાં આવે તો તેઓ રાષ્ટ્રપ્રેમી હતા. આ સાથે સાથે તેઓ લોકોની સેવા કરવામાં વધુ રાસ રાખતા હતા. મૂળરૂપે હીરાના વ્યાપર સાથે જોડાલા હતા. જેથી કારખાનામાં કામ કરતા લોકો સાથે બહુ સારુ વર્તન રાખતા અને હંમેશા કામદારોની પડખે ઉભા રહેતા હતા. અત્યારે તેમનું દુઃખદ અવસાન થયું છે.

આ પણ વાંચો: Union Home Minister ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે

Tags :
Advertisement

.