Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, 66 જળાશયોને હાઈએલર્ટ પર; ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ભારે વરસાદને પગલે રાજ્યના 206 જળાશયમાંથી 94 હાઈએલર્ટ પર Gujarat Rain forecast: હવામાન વિભાગની તાજેતરનાં આગાહી મુજબ, ગુજરાત (Gujarat) રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આશા છે....
09:24 AM Aug 25, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat
  1. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ
  2. 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
  3. ભારે વરસાદને પગલે રાજ્યના 206 જળાશયમાંથી 94 હાઈએલર્ટ પર

Gujarat Rain forecast: હવામાન વિભાગની તાજેતરનાં આગાહી મુજબ, ગુજરાત (Gujarat) રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આશા છે. વિશિષ્ટ રીતે, ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 22 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: Dahod: પાણીના વહેણમાં કાર તણાઈ કાર, બેનો બચાવ જ્યારે બે લોકોની નથી મળી કોઈ ભાળ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ સાવચેતી

દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાત રાજ્ય અને દીવ, દમણ નગર હવેલીની તારીખ 25-08-2024 માટે વરસાદનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: Amreli: સિંહની અનોખી મૈત્રી, ખેડૂતના કપાસના પાકનો રક્ષક બની ગયો વનરાજ

ઉત્તર ગુજરાત અને સંગઠન ક્ષેત્રોમાં વરસાદના અસર

ઉત્તર ગુજરાત (North Gujarat)માં પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દમણ, દીવ અને દાદરાનગર હવેલી જેવા સંઘ પ્રદેશોમાં પણ છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદની આગાહીને પગલે, સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે. પાટણ જિલ્લામાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદને કારણે વિસ્તારો જળમગ્ન થયા છે, અને રાજ્યના 206 જળાશયોમાંથી 94 હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે, જેમાંથી 90 ટકા ભરાયેલા 66 જળાશયોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સાથે સાથે 80થી 90 ટકા ભરાયેલા 17 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો: VADODARA : સરકારની પહેલી પ્રાથમિકતા પ્રત્યેક યુવક-યુવતીને રોજગાર - સાંસદ

Tags :
Ambalal Patel Gujarat MonsoonGujaratgujarat rainsGujarat Rains NewsGujarat Rains UpdateIMD Gujarat rainsIMD heavy rain forecastimd heavy rainfallVimal Prajapati
Next Article