ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Heavy Rain: ચોમાસાના અંતિમ તબક્કામાં થયો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અસહ્ય બફારા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં થયો વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ નોંધાયો અતિભારે વરસાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગરબા આયોજકોની ચિંતા વધી Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે. નોંધનીય...
07:57 AM Sep 26, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Heavy Rain Update
  1. અસહ્ય બફારા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં થયો વરસાદ
  2. ઉત્તર ગુજરાતમાં પણ નોંધાયો અતિભારે વરસાદ
  3. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ગરબા આયોજકોની ચિંતા વધી

Gujarat Heavy Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય છે. નોંધનીય છે કે, ભાવનગર શહેર સહિત જિલ્લાનાં વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શહેર સહિત વિસ્તારોમાં અસહ્ય બફારા બાદ મોડી રાત્રે મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. શહેરના જશોનાથ ચોક, કલાનાળા ચોક, ચિત્રાજન ચોક, નવાપરા, કુંભરવાડા, હાદાનગર ચિત્રા અને ફુલસર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. આ સાથે વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ડો. યુવતીનાં પ્રેમમાં પાગલ કાશ્મીરી યુવક બોર્ડર ક્રોસ કરવા કચ્છ પહોંચ્યો અને પછી..!

મહેસાણા કડીમાં પણ મોડી સાંજે ધમાકેદાર વરસાદ પડ્યો

ઉત્તર ગુજરાત (North Gujarat)ની વાત કરવામાં આવે તો, મહેસાણા કડીમાં પણ મોડી સાંજે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાનું પણ સામે આવ્યું છે. અંડર પાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. આ સાથે 4 થી 5 કિમી સુધી ટ્રાફિકના દૃશ્યો પણ જોવા મળ્યા હતાં. ડ્રોનથી કડીના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. નોંધનીય છે કે, કડીમાં સામાન્ય વરસાદ પડતાં જ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ છે. કડીમાં ગત મોડી સાંજે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: જૈન મુનિ આચાર્ય સુર્યસાગર મહારાજનો વધુ એક Video આવ્યો સામે, કહ્યું - મારી હત્યાનું..!

મોડી રાત્રે અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ

વરસાદની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં પણ રાત્રિ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ સામે આવ્યાં છે. નોંધનીય છે કે, અમરેલીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે. આ સાથે સાથે સાવરકુંડલા શહેર સાથે ગ્રામીણ ગામડાઓમાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના અહેવાલો સામે આવ્યાં છે.

આ પણ વાંચો: Morbi : 'હું હિન્દુ-મુસલમાન નથી કરતો, હું હિન્દુ-હિન્દુ કરું છું.' : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

આગામી બે દિવસમાં 22 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી

નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય (Gujarat)ના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સાથે IMD દ્વારા આગામી બે દિવસમાં ગુજરાતના 22 થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આજે આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં છે.

Tags :
Amreli rainBhavnagar RainGujaratGujarat Heavy Rain HeavyGujarat Heavy Rain Heavy UpdateGujarat Rains NewsHeavy Rain Heavy Updatelast phase of monsoonMehsana RainNorth Gujarat Rains UpdateVimal Prajapati
Next Article
Home Shorts Stories Videos