ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat:વડનગરમાં ભવ્ય "તાનારીરી મહોત્સવ 2024"

Gujarat રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિલા શાસ્ત્રીય સંગીત પ્રતિભાઓનું તાના-રીરી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત તાના-રીરી એવોર્ડથી વડનગરમાં ગૌરવ સન્માન કર્યુ હતું. ઉત્તર ગુજરાતના વડનગરની ધરતી પરથી બે નાગર કન્યાઓ તાના-રીરીએ સંગીતની આકરી આરાધનાથી રાગ રાગિણીની વિરાસત દુનિયાને આપી છે....
10:15 AM Nov 12, 2024 IST | Kanu Jani
Gujarat રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિલા શાસ્ત્રીય સંગીત પ્રતિભાઓનું તાના-રીરી મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત તાના-રીરી એવોર્ડથી વડનગરમાં ગૌરવ સન્માન કર્યુ હતું. ઉત્તર ગુજરાતના વડનગરની ધરતી પરથી બે નાગર કન્યાઓ તાના-રીરીએ સંગીતની આકરી આરાધનાથી રાગ રાગિણીની વિરાસત દુનિયાને આપી છે....
featuredImage featuredImage

Gujarat રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦થી તેમણે સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરાઇ  છે.

સંગીતની આવી ભવ્ય વિરાસત વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વડનગરની ધરતીના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી પ્રતિ વર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ પરંપરાને આગળ ધપાવતા તાના-રીરી એવોર્ડ-૨૦૨૪ અર્પણ કર્યા હતા. આ ગૌરવ સન્માન એવોર્ડ અંતર્ગત મહારાષ્ટ્રના વિદુષી પદમા સુરેશ તલવાલકર અને અમદાવાદના ડૉ. શ્રીમતી પ્રદિપ્તા ગાંગુલી પ્રત્યેકને રૂ.૨.૫૦ લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.
Gujarat પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરા, અગ્રણી શ્રી સોમાભાઈ મોદી , મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી હસમુખ અઢિયા, મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, શહેરી વિકાસ અને રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિ અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર, પ્રવાસન અગ્ર સચિવશ્રી રાજેન્દ્ર કુમાર ,યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કમિશનર શ્રી આલોક પાંડે, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટર સહિત વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
 તાના-રીરી મહોત્સવ-૨૦૨૪ના આ બીજા દિવસે શ્રી શશાંક સુબ્રમણ્યમનું બાંસુરીવાદન તથા પાર્થિવ ગોહિલ અને કલા વૃંદની લોકકલા પ્રસ્તુતિ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ માણી હતી.

આ પણ વાંચો- ધારાસભ્ય ગીતાબા જાડેજાના પરિવાર દ્વારા ઐતિહાસિક તુલસી વિવાહનું આયોજન

Tags :
Gujarat