Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Govt. : રાજ્યના ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

Gujarat Govt. દ્વારા લેવાયેલ પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર...
03:20 PM Aug 02, 2024 IST | Kanu Jani

Gujarat Govt. દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ.

જે બિન હથિયારી પી.એસ.આઇ/ પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. જેની વિગતો જોઇએ તો.....

હાલની ફરજઆ જીલ્લામા બદલી થઇ શકે કે નહી.
સુરત રેન્જ અને સુરત શહેરવડોદરા રેન્જ, વડોદરા શહેર ,અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર સુરત રેન્જ,સુરત શહેર
વડોદરા રેન્જ અને વડોદરા શહેરસુરત રેન્જ,સુરત શર્હેર,અમદાવાદ રેન્જ,અમદાવાદ શર્હેર ,વડોદરા રેન્જ,વડોદરા શહેર ,પંચમહાલ રેન્જ
અમદાવાદ રેન્જ અને અમદાવાદ શહેરવડોદરા રેન્જ, વડોદરા શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ, અમદાવાદ શહેર
ગાંધીનગર રેન્જઅમદાવાદ રેન્જ  અમદાવાદ શહેર
પંચમહાલ રેન્જવડોદરા રેન્જ, વડોદરા શહેર , અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, ગાંધીનગર રેન્જ, પંચમહાલ રેન્જ
ભાવનગર રેન્જજુનાગઢ રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહેર, ભાવનગર રેન્જ
રાજકોટ રેન્જ અને રાજકોટ શહેરભાવનગર રેન્જ, જુનાગઢ રેન્જ, ભાવનગર રેન્જ, રાજકોટ રેન્જ અને રાજકોટ શહેર
જુનાગઢ રેન્જભાવનગર  રેન્જ, રાજકોટ રેન્જ, રાજકોટ શહે, જુનાગઢ રેન્જ
બોર્ડ ર રેન્જરાજકોટ રેન્જ, રાજકોટ શહેર, ગાંધીનગર રેન્જ, બોર્ડર રેન્જ

Gujarat Govt. ના ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઇ અને પી.આઇની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે.

આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

આ પણ વાંચો -Gujarat High Court : રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવત છે : અશ્વિનીકુમાર

Next Article