Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાના ક્લેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી, વરસાદથી સર્જાઈ સ્થિતિ પર કરી ચર્ચા

રાજ્યમાં ભારે વરસાદથી સ્થિતિ અંગે CM ચિંતિત CM ભૂપેન્દ્રભાઈ પટેલની 7 જિલ્લા કલેક્ટર સાથે વાતચીત ટેલિફોનિક વાતચીતમાં પરિસ્થિતિની વિગતો મેળવી મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે વાતચીત Gujarat: ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેને લઈને સરકાર દ્વારા...
gujarat  cm ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાના ક્લેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી  વરસાદથી સર્જાઈ સ્થિતિ પર કરી ચર્ચા
  1. રાજ્યમાં ભારે વરસાદથી સ્થિતિ અંગે CM ચિંતિત
  2. CM ભૂપેન્દ્રભાઈ પટેલની 7 જિલ્લા કલેક્ટર સાથે વાતચીત
  3. ટેલિફોનિક વાતચીતમાં પરિસ્થિતિની વિગતો મેળવી
  4. મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે વાતચીત

Gujarat: ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેને લઈને સરકાર દ્વારા પણ સાવચેતીના પગલા લેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્ય (Gujarat)ના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: પાલડીના પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ Luxus બસ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Advertisement

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી. નોંધનીય છે કે, વરસાદને પગલે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat) રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ જોવા મળી રહી છે. છેલ્લા 2 કલાકમાં રાજ્ય (Gujarat)ના 144 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આણંદ, વડોદરા, મોરવા હડફ અને નડિયાદમાં નોંધાયો છે. આણંદમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વડોદરાના ડેસરમાં પણ 3 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે. મોરવા હડફ અને નડિયાદમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન; અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, જાણો ક્યા કેટલો વરસ્યો વરસાદ

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું, અનેક વિસ્તારો થયા જળબંબાકાર

Tags :
Advertisement

.