Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ગોરજ નજીક નર્મદા કેનાલની મુલાકાતે, સિંચાઈ યોજનાની માહિતી મેળવી

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ રૂ. 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની...
gujarat  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ગોરજ નજીક નર્મદા કેનાલની મુલાકાતે  સિંચાઈ યોજનાની માહિતી મેળવી

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)એ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ રૂ. 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી. મુખ્યમંત્રી (Chief Minister)એ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ

મુખ્યમંત્રી (Chief Minister)એ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

Advertisement

બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે

આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1 ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12,000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે.

આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ

આ ફેઇઝ-1 ની કામગીરી માટે રૂ 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-2025 માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. રૂ 1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે. મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Dahod LCB ની ટીમે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 19 લાખ નો દારૂ ઝડપ્યો

આ પણ વાંચો: Kutch સરહદે BSFના 2 જવાન શહીદ, પેટ્રોલિંગમાં 5 જવાનને થઈ હતી ડીહાઈડ્રેશનની અસર

આ પણ વાંચો: Porbandar: ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી ટ્રેનો 20 જુલાઈએ પણ રહેશે અસરગ્રસ્ત

Tags :
Advertisement

.