Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Board exams 2024: આ વર્ષે ધોરણ 10-12 ના 15.38 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Gujarat Board exams 2024: ગુજરાતમાં હવે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહીં છે. વિદ્યાર્થીઓ તેની તૈયારી પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. મળતા આંકડા પ્રમાણે...
10:53 AM Feb 22, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Board exams 2024

Gujarat Board exams 2024: ગુજરાતમાં હવે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહીં છે. વિદ્યાર્થીઓ તેની તૈયારી પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખોની સંખ્યામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. મળતા આંકડા પ્રમાણે વાત કરીએ તો, આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 થી 26 માર્ચ દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે 9.17 લાખ ફોર્મ ભરાયા

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 15.38 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યું છે. વધુ વિગતોની વાત કરીએ તો, આ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે 9.17 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધારણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.31 લાખે અને સામાન્ય પ્રવાહના 4.49 લાખથી વધું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવમાં માટે નોંધણી કરાવી છે. ધોરણ 10 માટેની પરીક્ષાઓ 3,184 બિલ્ડિંગનો ઉપયોગ કરીને 981 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

ગયા વર્ષે 16.49 પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા

આ સાથે જોગયા વર્ષેની વાત કરવામાં આવે તો ત્યારે 16.49 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ માટે નોંધણી કરાવી હતી. સંખ્યામાં વાર્ષિક સ્લાઇડ પાછળનું કારણ COVID-19 છે. ઉલ્લેખનીય છે કે, ત્યારે રોગચાળાને કારણે દરેક ધોરણના છોકરાઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે માટે ગયા વર્ષે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપતા હોય છે. જો કે, ગયા વર્ષે તે આંકડો વધી ગયો હતો.

આ પણ વાંચો: PM મોદી આજે GCMMF ની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે, ખેડૂતોને આપશે આ ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Board ExamsBoard exams 2024Gujarat BoardGujarat Board examsGujarat Board exams 2024vimal pra
Next Article