Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઇને મોટા સમાચાર, 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર
Gujarat: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (Gujarat Forest Guard)ની ભરતીને લઇને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે જિલ્લાવાર કેટેગરી પ્રમાણે 25 ગણા ઉમેદવારની યાદી જાહેર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીને GSSSBની વેબસાઇટ પર મુકવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે વન રક્ષક ((Gujarat Forest Guard)) 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો: ‘હર ઘર તિરંગા’ અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે, રમતગમત અને યુવક સેવા મંત્રીએ કરી જાહેરાત
વન રક્ષક 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર
નોંધનીય છે કે, અત્યારે વન રક્ષક ((Gujarat Forest Guard)) પરીક્ષા મામલે સૌથી મોટા સમાચાર છે. વન રક્ષક 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આખરે પરિણામ ગુજરાત ગૌણ સેવા પરીક્ષા બોર્ડ (Gujarat Secondary Services Examination Board)ની વેબસાઈટ પર મુકી દેવામાં આવ્યું છે. વન રક્ષકના આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી રાજ્ય સરકારે સંતોષી હોવાનું સામે આવ્યું છે. આ લિસ્ટ બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: સાતમ-આઠમમાં બહાર નીકળતા પહેલા અંબાલાલે શું કહ્યું તે વાંચી લ્યો! નહીં તો...
ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો આ ભરતી વિવાદ
ગુજરાત (Gujarat)માં ઘણા સમયથી અનેક ઉમેદવારો આ ભરતી બાબતે પરિણામની રાહ જોઈ રહ્યા હતા. અનેક વખત તો આના માટે ઉમેદવારોએ પ્રદર્શનો પણ કર્યા છે. જો કે, આ ભરતી તો ઘણા લાંબા સમયથી વિવાદમાં ચાલી રહીં હતી. પરંતુ અત્યારે વન રક્ષક 823 જગ્યાઓ માટે 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યારે 25 ઘણા ઉમેદાવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.