Gujarat: પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી સારા સમાચાર, HTATના બદલીના નિયમો જાહેર કરાયા
Gujarat: રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે. મુખ્ય શિક્ષક HTAT ના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું. લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા. શિક્ષણમંત્રી કુબેર ડીડોરે બદલીના નિયમો જાહેર કરવામાં અંગે ટ્વીટ કર્યું છે.
મુખ્ય શિક્ષક HTATના બદલીના નિયમો જાહેર
નોંધનીય છે કે, પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષક HTATના બદલીના નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા મુખ્ય શિક્ષકોએ બદલીના નિયમો જાહેર કરવા માટે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જેથી અત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે ટ્વિટ કરી મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમોની માહિતી આપી છે.
ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.
રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.… pic.twitter.com/xC46LcIW3o
— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024
શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે એક ટ્વીટ જાણકારી આપી
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ પહેલા જ બદલીના નિયમો જાહેર કરવાની જાણકારી આપી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યના શિક્ષકોએ આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જો કે, આંદોલનની જાહેરાત થતાની સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે એક ટ્વીટ કરી નિયમો જાહેર કરવાની જાણકારી આપી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આગામી થોડા સમયમાં નિયમો જાહેરાત કરવાની જાહેરાત કરી હતી.