Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB: અમદાવાદમાં સેન્ટ્રલ GST અધિકારી મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

GST વિભાગનો સુપ્રિટેન્ડેન્ટ અધિકારી લાંચ લેતા ઝબ્બે મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો ઓડિટ વિભાગના ઇન્સ્પેક્ટર સહિત વચેટિયા સાથે મળીને માગી હતી લાંચ Gujarat ACB: સરકારી પગાર મળે છે છતાં પણ કેટલાક અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરીને...
gujarat acb  અમદાવાદમાં સેન્ટ્રલ gst અધિકારી મોહંમદ રિઝવાન શેખ 1 25 લાખની લાંચ લેતા ઝડપાયો
Advertisement
  1. GST વિભાગનો સુપ્રિટેન્ડેન્ટ અધિકારી લાંચ લેતા ઝબ્બે
  2. મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો
  3. ઓડિટ વિભાગના ઇન્સ્પેક્ટર સહિત વચેટિયા સાથે મળીને માગી હતી લાંચ

Gujarat ACB: સરકારી પગાર મળે છે છતાં પણ કેટલાક અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાઈ રહ્યાં છે. લોકોને કામ કઢાવી આપવામાં માટે તેઓ લાંચની માંગણી કરતા હોય છે. આવા જ એક અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. અમદાવાદમાં સેન્ટ્રલ GST અધિકારી લાંચ લેતા ઝડપાયો. વિગતે વાત કરવામાં આવે તો, GST વિભાગનો સુપ્રિટેન્ડેન્ટ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. મોહંમદ રિઝવાન શેખ રૂપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો હોવાની જાણકારી મળી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે રાત્રે વરસાદ પડશે કે નહીં? જાણો સંપૂર્ણ અને સચોટ માહિતી

Advertisement

હિસાબમાં ભૂલ કાઢી દંડ પેટે ભરવાની રકમ બાબતે માંગી હતી લાંચ

ઓડિટ વિભાગના ઇન્સ્પેક્ટર સહિત વચેટિયા સાથે મળીને રૂપિયા 1.25 લાખની લાંચ માગી હતી. વર્ષ 2019-20ના હિસાબમાં ભૂલ કાઢી દંડ પેટે ભરવાની રકમ બાબતે લાંચ માંગી હોવાનું અત્યારે સામે આવ્યું છે. નોંધનીય છે કે, હિસાબોમાં ભૂલ બાબતે રૂપિયા 1.25 લાખની લાંચની માંગણી કરી હતી. જેથી એસીબીએ રપિયા 1.25 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.

Gujarat ACB એ સેન્ટ્રલ GST અધિકારીની કરી ધરપકડ

આ પણ વાંચો: RAJKOT : જેતપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ જન્મેલુ બાળક તરછોડાયું, તપાસ શરૂ

ઓડિટ વિભાગના ઇન્સ્પેક્ટર કુલદિપ મુલચંદ કુસવાહ સહિત વચેટિયા ભૌમિકભાઇ ભરતભાઇ સોની સાથે મળીને લાંચ માંગી હતી. જેથી સેન્ટ્રલ ટેકસ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અધિકારી મોહંમદ રિઝવાન શેખ લાંચ લેતા ઝડપાયાં છે. નોંધનીય છે કે, અત્યારે એસીબી દ્વારા મજબૂત કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અનેક આવા લાંચીયા અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: Surat: માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત

Tags :
Advertisement

.

×