Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat ACB : સવા કલાકમાં કેન્દ્ર સરકારના ત્રણ અધિકારી લાખોના લાંચ કેસ સપડાયા

Gujarat ACB : ગુજરાતમાં આવેલી કેન્દ્ર સરકાર (Central Government) ની બે ઑફિસો ખાતે એસીબી ગુજરાતે (ACB Gujarat) લાંચના છટકા ગોઠવી બે કલાસ વન અને એક કલાસ ટુ અધિકારીની ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau Gujarat) ની...
gujarat acb   સવા કલાકમાં કેન્દ્ર સરકારના ત્રણ અધિકારી લાખોના લાંચ કેસ સપડાયા
Advertisement

Gujarat ACB : ગુજરાતમાં આવેલી કેન્દ્ર સરકાર (Central Government) ની બે ઑફિસો ખાતે એસીબી ગુજરાતે (ACB Gujarat) લાંચના છટકા ગોઠવી બે કલાસ વન અને એક કલાસ ટુ અધિકારીની ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau Gujarat) ની ત્રણ ટીમે અમદાવાદ અને વાપી ખાતે ટ્રેપ ગોઠવી અનુક્રમે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ના આસિ.ડાયરેક્ટર અને વાપી પીએફ કચેરીના આસિ. કમિશનર તેમજ એન્ફોર્સમેન્ટ ઑફિસરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. માત્ર સવા કલાકના ગાળામાં ઉપરાછાપરી બે ટ્રેપ અને કેન્દ્ર સરકારના વર્ગ 1 અને 2ના ત્રણ લાંચીયા અધિકારીને પકડી લેવાનો ઇતિહાસ Gujarat ACB એ સર્જ્યો છે. વાંચો વિગતવાર અહેવાલ...

ઑફિસમાં 3 લાખની લેતાં આસિ. ડાયરેક્ટર ઝડપાયો

એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણા (Kamalkant Meena) એ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Gujarat ACB) નો સંપર્ક કર્યો હતો. આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. સવારે 11.45 કલાકે કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ (A K Chauhan PI ACB) અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી (N B Solanki PI ACB) તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા (G V Padheriya DySP ACB) રહ્યાં હતાં.

Advertisement

Advertisement

પીએફ કચેરીના બે અધિકારી 5 લાખ લેતાં પકડાયા

દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી (PF Office Vapi) ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર (Harshad Parmar) અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB Gujarat) ના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનર (Assistant PF Commissioner) ની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર (Enforcement Officer) સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને બપોરે એક વાગે રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી. ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત (J R Gamit PI ACB) અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી (R R Chaudhari DySP ACB) હતા.

લાંચિયા બાબુના ઘરેથી રોકડ-ચાંદી મળી

Team ACB એ લાંચિયા કમલકાંત મીણાની ધરપકડ કર્યા બાદ તેની ઑફિસ અને નિવાસ સ્થાને સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન કમલકાંતના ઘરેથી 4.30 લાખ રોકડા અને ચાંદીની જણસો મળીને કુલ રૂપિયા 4.73 લાખનો મુદ્દામાલ ACB Gujarat એ કબજે કર્યો છે.

આ પણ વાંચો: ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

Smart phone : 50MPના 4 કેમેરા સાથે લોન્ચ થયો આ ધાંસૂ મોબાઇલ, જાણો ફીચર અને અન્ય ડિટેઈલ

featured-img
Top News

Ahmedabad: પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી

featured-img
આંતરરાષ્ટ્રીય

India-US Trade Deal: અમેરિકાથી પરત ફરી ભારતીય ટીમ, ક્યા મુદ્દાઓ પર થઇ વાતચીત?

featured-img
Top News

Gujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

featured-img
મનોરંજન

Bollywood : 'પ્રેગનેટ નહોતી થતી તેથી...', ફેમસ અભિનેત્રી સાથે પરિવારે કર્યું ખરાબ વર્તન

featured-img
ગુજરાત

Surat : મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્યની તપાસની માગ, 2500 કરોડથી વધુનુ કૌભાંડ બહાર આવી શકે છે: ચૈતર વસાવા

×

Live Tv

Trending News

.

×